જયંતિ ઠક્કર સામે કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં CID crimeમાં અનેક ગુના નોંધાયા WhatsApp Image 2023 08 23 at 08.44.54

જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત ઠગાઈ અને વિશ્વાસઘાત તથા અલગ અલગ બેંકો પાસેથી બોગસ લોનો લઈને અનેકની ફિલ્મ ઉતારી દેનાર અને કથીત હની ટ્રેપના ષડયંત્ર રચીને તેમાં ફસાવ્યાના આરોપ સાથે લાંબા સમયથી જેલવાસ ભોગવતા રહેલા અને તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટમાંથી રેગ્યુલર જામીન પર છૂટીને બહાર આવેલા અબડાસા તાલુકાના ડુમરા ગામના પરંતુ હાલ માધાપર સ્થાયી થયેલા જયંતીલાલ જેઠાલાલ ઠક્કર સામે આખરે પાષાનું શસ્ત્ર ઉગામાયો છે અને પશ્ચિમ કચ્છ પોલીસની LCB શાખા દ્વારા જેન્તી ઠક્કરની પાસા હેઠળ ધરપકડ કરી તેને ભાવનગર જેલમાં મોકલી દેવાયો છે.

 

જયંતિ ઠક્કર સામે કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઉપરાંત CID crime માં અનેક ગુના નોંધાયેલા છે. શરીર સંબંધી એટલે કે મારામારી ધાક ધમકી સહિતના ગુના સંદર્ભે અને અબડાસાના માજી ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાના ષડયંત્રમાં કઠિત સંડોવણી મામલે જયંતિ ઠક્કર લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યો હતો પરંતુ તેને જામીન મળ્યા બાદ અમદાવાદ રહેતો હતો આ દરમિયાન થોડા દિવસ અગાઉ જેન્તી ઠક્કરની અમદાવાદ ખાતેથી કચ્છમાં ચકચારી એક હની ટ્રેપ મામલામાં ફરીથી ધરપકડ થયા બાદ તેને ફરીથી જેલમાં ધકેલી દેવાયો હતો.

પરંતુ થોડા દિવસ અગાઉ તેને ગુજરાત હાઇકોર્ટમાંથી તેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં લઇ રેગ્યુલર જામીન મળ્યા હતા. દરમિયાન જેન્તી ઠક્કર સામે અનેક પ્રકારના ગુના નોંધાયેલા હોય તે જેલથી બહાર રહેવાથી ફરી ભયનો માહોલ ઊભો થવાની શક્યતા હોય પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લા સમાહર્તાને જયંતિ ઠક્કર સામે પાસા હેઠળ પગલાં લેવા દરખાસ્ત કરાઈ હતી જે અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર થતાં આજે પશ્ચિમ કચ્છ પોલીસની ગુના શોધક શાખાએ તેની ધરપકડ કરી ભાવનગર જેલ હવાલે કરી દીધો છે. જયંતિ ઠક્કરની અનેક પ્રકારના કથીત ગુનાઓ બાદ પ્રથમ વખત પાછા હેઠળ ધરપકડ થઇ છે જેને અત્યંત સૂચક માનવામાં આવે છે આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા જયંતિ ઠક્કરની પાસા હેઠળ ધરપકડ સૂચક છે. રાજકારણમાં મોટું માથું ગણાતા જેન્તી ઠક્કર સામે એકાએક પાછા હેઠળ પગલા લેવાતા સંલગ્ન સૂત્રોમાં ચકચાર મચી ગઈ છે.

 

નવીનગીરી ગોસ્વામી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.