મોરબીમાં સિરામિક ઉદ્યોગના વિકાસને પગલે સિક્યુરીટી એજન્સીનો ધંધો પણ ધીકતો જોવા મળે છે ત્યારે એસઓજી ટીમે લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એઅસોજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના સરતાનપર રોડ પરના ટીટા સેનેટરી વેર્સ નામના કારખાનામાં આરોપી રાજબીરસિંઘ હરબંશ સિંઘ મંડ મૂળ પંજાબવાળા પાસે પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ના હોય છતાં કારખાનામાં પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા મળી આવતા એસઓજી ટીમે સંચાલકની ધરપકડ કરી છે. કામગીરીમાં મોરબી એસઓજી ટીમના શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, મયુરધ્વજસિંહ જાડેજા, મહિલા લોક રક્ષક પ્રીયંકાબેન પૈજા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.