પત્ની અને સંતાનોની ગેરહાજરીમાં પૌત્રી જેવડી ઉંમરની બાળકી પર કૃત્ય આચર્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી પરણિત ઢગાએ તેના ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ હેવાન શખ્સને દબોચી લીધો હતો.

મોરબીના સામાકાંઠે આવેલા ઈન્દિરા નગરમાં રહેતા એક શ્રમિક પરિવારની ૩ વર્ષની માસુમ પુત્રી ઘર પાસે રમતી હતી તે સમયે તેના ઘરની બાજુમાં રહેતા ૪૫ વર્ષની ઉંમરના રમેશ બાબુ કોળીએ માસુમ બાળાને કોઈ વસ્તુની લાલચ આપીને તેના ઘરમાં લઈ જઈ હેવાન શખ્સએ પૌત્રી જેવડી ઉંમરની માસુમ બાળાની પીખી નાખી હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું.

બાળાના પિતાએ આ બનાવની પાડોશી ઢગા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઢગાને ઝડપી લીધા હતા. સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે તેની પત્ની અને સંતાનો કામસર બહાર હોવાથી એકલા રહેલા ઢગાના મનમાં કામ વાસના જાગી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.