૧૯૯૩ મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી એવા દાઉદના સાગરિત મુનાફ હાલારીની ગુજરાત એટીએસે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી

મુંબઈમાં સામાન્ય ટપોરી તરીકે લુખ્ખાગીરી કરતો દાઉદ ઈબ્રાહિમ પોતાના બેનંબરી ધંધાને વિકસાવવાની આગવી રીતના કારણે દાયકાઓથી દેશનો મોસ્ટ વોન્ટેડ ડોન બની ગયો છે. દાઉદને ટપોરીમાંથી ડોન બનાવવામાં અનેક વેપારીઓ, રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ સહિતનો પણ હાથ છે. કે જેમણે પોતાના સ્વાર્થ ખાતર આવા ખતરનાક વ્યકિતને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડોન બનવામાં કોઈકને કોઈ સ્વરૂપમાં મદદ કરી હતી. દાઉદને ડોન બનાવવામાં મુંબઈના મેમણ વેપારીઓની ભૂમિકા પણ અતિમહત્વપૂર્ણ રહી છે. આવા વેપારીઓ વધારે કમાવવાની લ્હાયમાં દાઉદને બે નંબરી ધંધાની અવનવી તરકીબો દેખાડી હતી. પરંતુ, પાપનો ઘડો છલકાઈ ત્યારે ફૂટી જાય છે. તે તાજેતરમાં દાઉદના સાગરિકોની સમયાંતરે થતી ધરપકડ પરથી સ્પષ્ટ થઈ જવા પામ્યું છે.

1993 Serial Blasts Key Conspirator Arrested With Pak Passport In Mumbai

મુંબઈ પોલીસની ખંડણી વિરોધી શાખાએ રવિવારે દાઉદ વતી મુંબઈમાં ખંડણી ઉઘરાવતા સાગરિત તરીકે પરવીનની ધરપકડ કરી હતી તે બાદ ગઈકાલે ગુજરાત એટીએસે ૧૯૯૩માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટના અકે આરોપી એચ. મુનાફ હાલારીની મુંબઈ એરપોર્ટપરથી ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને ગુજરાતના જખૌના દરિયામાંથી ૧૭૫ કરોડની કિંમતના ૩૫ કિલોગ્રામ ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાનીઓની ધરપકડ કર્યા બાદ તપાસમાં મુનાફ હાલારીનું નામ બહાર આવ્યું હતું. ૧૯૯૩ના મુંબઈના સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ મુનાફ મુંબઈ એરપોર્ટ પર આવવાનો હોવાની માહિતીને આધારે ગુજરાત એટીએસે તેની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે પાકિસ્તાની પાસપોર્ટ કબજે કર્યો હતો.બ્લાસ્ટ બાદ મુંબઈથી ભાગી જવામાં અને પાસપોર્ટ મેળવવામાં મુબઈ બ્લાસ્ટ કેસનાં સુત્રધાર ટાઈગર મેમણે મદદ કરી હતી. મુબઈના બ્લાસ્ટ બાદ ફરાર થયેલો મુનાફ પાકિસ્તાનના પાસપોર્ટને આધારે અટારી બોર્ડરથી બે વખત ભારત આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

1993 Serial Blasts Key Conspirator Arrested With Pak Passport In Mumbai1

ગુજરાત એટીએસના એસીપી કે.કે.પટેલને માહિતી મળી હતી કે મુનાફ અબ્દુલ માજીદ વાયા મુંબઈ દુબઈ જવાનો છે. જેને આધારે પોલીસે ૯ ફેબુ્રઆરીની રાત્રે મુંબઈ એરપોર્ટ પરથી મુનાફ હાલારીની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે પાકિસ્તાની પાસપોર્ટ કબજે કર્યો હતો. ગુજરાત એટીએસે ૨ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જખાના દરિયામાંથી ૩૫ કિલોગ્રામ હેરોઈન સાથે પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી હાજી હસને મુનાફ હાલારીની મદદથી મોકલાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય મુનાફ મંબઈના ૧૯૯૩ના સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતો. સીબીઆઈના માધ્યમથી મુનાફ વિરૃધ્ધ રેડ કોર્નર નોટીસ પણ ઈશ્યુ કરવામાં આવી હતી.

મુંબઈના ૧૯૯૩ના બ્લાસ્ટ બાદ મુનાફ બરેલી અને ત્યાંથી બેંગકોક, દુબઈ અને કેન્યા થઈને પાકિસ્તાન ભાગી ગયો હતો.  બ્લાસ્ટ  દાઉદ ઈબ્રાહીમ સાથે મુંબઈ બ્લાસ્ટનું કાવતરૂ ઘડવામાં તેના જમણા હાથ સમા ટાઈગર મેમણે મહત્વની ભુમિકા ભજવી હતી. ટાઈગર મેમણે પાકિસ્તાની સતાતાવાળાઓની મદદથી મુનાફને પાકિસ્તાની પાસપોર્ટમેળવવામાં મદદ કરી હતી. તેનો આ પાસપોર્ટ અનવર મુહમ્મદ અબ્દુલ માજીદના નામે હતો. મુનાફ સતત મેમણના સંપર્કમાં રહેતો હતો અને પાકિસ્તાની નાગરીક તરીકે નૈરોબી અને કેન્યામાં છુપાઈને રહેતો હતો. માજીદ મુળ ગુજરાતના અમરેલીનો રહેવાસી છે અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થાયી થયો હતો. પાકિસ્તાની પાસપોર્ટને આધારે તે બે વખત ભારત આવ્યો હતો. જેમાં ૨૦૧૪માં તે અટારી બોર્ડરથી પ્રવેશ્યો હતો અને મુંબઈ ગયો હતો. તેની પાસેથી મળેલો પાકિસ્તાની પાસપોર્ટ બે વખત રિન્યુ થયેલો છે.

મુનાફ હાલારીએ નૈરોબીમાં મેગ્નમ આફ્રિકા નામે ધંધો શરરૂ કર્યો હતો. બાદમાં ટાઈગર મેમણના ઈશારે ખાસ કરીને ચોખાની આયાત નિકાસનો ધંધો શરૃ કર્યો હતો. ચોખાની નિકાસને બહાને તેણે દાણચોરી મારફતે ભારતમાં વિસ્ફોટકો મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ગુજરાત એટીએસે જખૌના દરિયામાંથી ૩૫ કિલોગ્રામ ડ્રગ્સ સાથે પકડેલા પાંચ પાકિસ્તાનીની પુછપરછ કરતા તેમણે ડ્રગ્સનું આ ક્ધસાઈન્મેન્ટ કરાંચીના હાજી હસને મોકલાવ્યું હોવાનું જણાવ્યું હતું. હાજી હસને માજીદ સાથે ફોન પર મુનાફ હાલારી સાથે વાત પણ કરી હતી. જેમાં દાણચોરી મારફતે ભારતમાં વિસ્ફોટકો અને હેરોઈન પહોંચાડવાની વાત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.