મહુવા શહેરમાં રહેતા સાવકાપિતાએ સગીર પુત્રી પર નજર બગાડી દુષ્કર્મ કરવાના ઈરાદે સગીરાને ડરાવી ધમકાવી ફરાર થઈ ગયાની ફરિયાદ સગીર બાળાની માતાએ નોંધાવી હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહુવા શહેરમાં રહેતા સાવકાપિતાએ પોતાની ગીર વયની દીકરી પર નજર બગાડી દુષ્કર્મ કરવાનાં બદઈરાદાથી તેણીને ઢસડીને બાથમ તરફ લઈ જવાની કોશિષ કરતાં સગીરાની માતાએ બુમાબુમ કરી દેકારો મચાવી દેતા સાવકોબાપ ઘરેથી નાસી છૂટયો હતો જો કે, ગણતરીનાં કલાકોમાં જ પોલીસે આરોપી સાવકાપિતાને ઝડપી લીધોહતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી સંજય મગનભાઈ નામના શખ્સે ફરિયાદી મહિલા સાથે માર્ચ ૨૦૧૭માં બીજી વખત લગ્ન કર્યા હતા. જેમા પત્નીની સાથે આંગળીયાત આવેલી સગીર પુત્રી પર આરોપી પતિ સાવકા પિતાએ નજર બગાડી દુર્ષ્ક્મ ગુજારવાનો પ્રયાસ કયો હતો જે અંગે સગીરાની માતાએ પોતાના પતિ વિરૂધ્ધ મહુવા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.