1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે CBIને એક મોટી સફળતા મળી છે. 93 વિસ્ફોટનો મુખ્ય આરોપી અને દાઉદ ઈબ્રાહિમનો સાથી ફારૂક ટકલાની દુબઈમાંથી ધરપકડ કર્યાં બાદ મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવે કે ટકલાને મુંબઈની ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 93માં થયેલાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો. હવે CBI તેની પૂછપરછ કરી રહી છે. ટકલા વિરૂદ્ધ 1995માં રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.
ફારૂક ટકલાની ધરપકડ, એક મોટી સફળતા
ફારૂક 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ બાદ ભારતમાંથી ભાગી ગયો હતો. 25 વર્ષ બાદ આખરે ફારૂક દુબઈમાં ઝડપાયો હતો, ત્યારે ગુરૂવારે સવારે ફારૂકને એર ઈન્ડિયાના વિમાનથી મુંબઈ લવાયો છે. જેને સીધો જ CBI ઓફિસે લઈ જવાયો હતો.CBI તેને ટાડા કોર્ટમાં રજૂ કરશે અને તેની કસ્ટડી લેવાના પ્રયાસ કરશે.
CBIને ફારૂક પાસેથી અનેક જાણકારી મળશે તેવી આશા છે.CBI ફારૂક પાસેથી અન્ય સાથીઓ તેમજ દાઉદ સાથે જોડાયેલી જાણકારી કાઢવાના પ્રયાસો કરશે.