- પોષણ ઉડાનમાં નીત નવી વાહનગી બનાવનાર સ્પર્ધકોને મહાનુભાવોએ કર્યા સન્માનીત
ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિગમને સિધ્ધ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તમામ જીલ્લા અને મહાનગરપાલિકામાં ‘પોષણ ઉત્સવ-2024-25’ અને મકરસંક્રાંતી તહેવારને પોષણમાં સમાવવા માટે ‘પોષણ ઉડાન-2025’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા ઘટક-1ની વોર્ડ નં.4ની આંગણવાડીઓમાં ‘પોષણ ઉત્સવ 2024-25’ અને ‘પોષણ ઉડાન-2024’ કાર્યક્રમની ઉજવણી તા.09/01/2024 ગુરુવારના રોજ વેલનાથપરા-1માં કરવામાં આવેલ હતી.
કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમમાં પોષણનું મહત્વ દર્શાવતી વિવિધ વાનગીઓનું વાનગી નિર્દશન કરવામાં આવેલ હતું. જેમાં વર્કર બહેનો દ્વારા વાનગી વૈવિધ્ય દર્શાવવા મિલેટ્સ(શ્રીઅન્ન) અને ટીએચઆરમાંથી બનતી વાનગી તેમજ સરગવામાંથી બનતી વાનગીનું નિર્દશન કરવામાં આવેલ હતું.કેક જેવી મોર્ડન વાનગીથી લઈને પુડલા અને ઢોકળા, મુઠીયા જેવી ઘરેલું વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં 3 વિજેતાઓને વાનગીઓ માટે ઈનામ જાહેર કરવામાં આવેલ હતા અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. ‘પોષણ ઉડાન’ અંતર્ગત વોર્ડની તમામ કિશોરીઓ અને બાળકોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને પંતગ વિતરણ કરવામાં આવેલ અને પતંગ સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં 3 વિજેતાઓને ઈનામ આપવામાં આવેલ છે.
વર્કર બહેનોને પ્રોત્સાહિત કરવા આઈ.સી.ડી.એસ. વિભાગના ચેરમેન દીલીપભાઈ લુણાગરીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેલ તેમજ વોર્ડ નં.4ના તમામ કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી તેમજ વિધાનસભા-68માંથી સંજયભાઈ ઉધરેજા હાજર રહેલ હતા.
કાર્યક્ર્મમાં રાજકોટ રીજન આર.ડી.ડી. પુર્વીબહેન પંચાલની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવાનું માર્ગદર્શન ઇ.ચા. પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્ર્મને સફળ બનાવવા સી.ડી.પી.ઓ. જયશ્રીબેન સાકરિયા, મુખ્યસેવિકા તેમજ અન્ય કર્મચારી અને સેજાના તમામ વર્કર બહેનોએ સખત જહેમત ઉઠાવેલ હતી.