મહિલાનો પૈસા પાડવાનો વિડીયો ઉતારતા યુવાનને ફડાકા મારતા તેને પણ ફડાકા ઝીક્યાં તા : સામસામે ફરિયાદ નોંધાઈ

ઢેબર ચોકમાં રવિવારે સવારે આર્મીમેન અને ટ્રાફિક મહિલા હેડ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બબાલમાં આર્મીમેન સામે ગુનો નોંધાયા બાદ મહિલા હેડ કોન્સ્ટેબલ અને ટ્રાફિક શાખાના પીઆઇ સામે પણ વળતો ગુનો નોંધાયો હતો. મહિલા હેડ કોન્સ્ટેબલ અને ટ્રાફિક પીઆઇએ આર્મીમેનને ફડાકા ઝીંકી ગાળો ભાંડી હતી.

ગાંધીગ્રામના શ્યામનગરમાં રહેતા અને નાગાલેન્ડમાં ફરજ બજાવતા આર્મીમેન નિલેશ પ્રભાશંકરભાઇ માઢકે પોતાની સામે થયેલી ફરજ રુકાવટની ફરિયાદ સામે મહિલા હેડ કોન્સ્ટેબલ અલ્કા રમેશ ટીલાવત અને ટ્રાફિક શાખાના પીઆઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.આર્મીમેન નિલેશ માઢકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેનો દશ વર્ષનો પુત્ર યશ ઢેબર ચોકમાંથી સ્કૂટર પર પસાર થતા હતા ત્યારે ટ્રાફિક વોર્ડને તેને અટકાવ્યા હતા, પોતાની પાસે તમામ દસ્તાવેજો હોવા છતાં તેને અટકાવવામાં આવ્યા હતા અને વોર્ડને મહિલા પોલીસ અલ્કાબેનને મળી લેવાનું કહ્યું હતું. મહિલા પોલીસના હાથમાં કોઇ રસીદ બુક કે અન્ય કોઇ દસ્તાવેજો નહોતા અને તેઓ વાહનચાલકના વાહનના ફોટા પાડી તેની પાસેથી પૈસા ઉઘરાવી પોતાના ખિસ્સામાં મૂકતા હતા

આ દૃશ્યો પોતે કેમેરામાં કેદ કરતાં જ મહિલા હેડ કોન્સ્ટેબલ અલ્કાબેન ઉશ્કેરાયા હતા અને આર્મીમેન નિલેશભાઇને ગાળો ભાંડી ફડાકો ઝીંકી દીધો હતો. આર્મીમેન ફડાકો ઝીંકાતા જ તેણે પણ વળતો પ્રહાર કરી મહિલા હેડ કોન્સ્ટેબલને સ્થિતિનું ભાન કરાવ્યું હતું. સમગ્ર મામલે નિલેશ માઢકને એ.ડિવિઝન લઇ જવાયા હતા, ટ્રાફિક શાખાના પીઆઇ એ.ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ત્યાં તેણે ફૌજીના મોબાઇલમાંથી તમામ શૂટિંગ ડિલીટ કરાવી ફૌજીને ત્રણ ફડાકા મારી દીધા હતા.જેથી આર્મીમેન સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.