નાગાલેન્ડમાં ફરજ બજાવતાં આર્મીમેન વિરુઘ્ધ ફરજ રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ
અબતક, રાજકોટ
રાજકોટમાં ઢેબર ચોક પાસે ગઇકાલના સમયે ટ્રાફીક મહીલા જમાદાર વાહન ચાલકોનું ચેકીંગ કરી રહ્યા હતા અને મેમો આપી રહ્યા હતા તે વેળાએ એક આર્મીમેન યુવાને ત્યાં આવી અને ‘તું કયારની રૂપિયા ઉઘરાવરા અને તે ખીસ્સામાં નાખશ’ કહી તેની ફરજમાં રૂકાવટ કરી ફડાકા ઝીંકતા તેના વિરુઘ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફીક બ્રાન્ચના જમાદાર અલ્કાબેન સુરેશભાઇ ટીલાવત (ઉ.વ.ર6) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ તે ઢેબર રોડ ચોકમાં વાહન ચેકીંગનું કામ કરી રહ્યા હતા અને એક બાઇક ચાલકને ઓનલાઇન મેમો આપી રહ્યા હતા તે વેળાએ નિલેશ પ્રકાશ માઢક (ઉ.વ.33) નામનો યુવાન ત્યા આવી અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
અને કહેવા લાગ્યો હતો કે ‘તું કયારની પૈસા ઉઘરાવે છે અને તે રૂપિયા ખીસ્સામાં નાખે છો’ તેવું કહી તેની સાથે માથાકુટળ કરી તેને ફડાકા ઝીંકી દીધા હતા. જેથી એ ડીવીઝન પોલીસે તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન પર લઇ ગયા હતા. જયાં જાણવા મળ્યું હતું કે, યુવાન આર્મીમેન છે અને નાગાલેન્ડમાં ફરજ બજાવે છે. હાલ પોલીસે તેના વિરુઘ્ધ ફરજ રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.