ચીન પણ સાયબર ક્ષમતા વધારવાની હરોળમાં

ભારતની સુરક્ષા માટે સાયબર સિકયોરીટી જરૂરીયાત બની રહી છે અને ટેકનોલોજી અને સાયબર ક્ષેત્રે ભારતની દશા પણ નબળી છે ત્યારે દેશનું સંરક્ષણ પણ સાયબરનો શિકાર બનવાની ભીતિ છે. આર્મી ચીફ જનરલે બુધવારે જણાવ્યું હતું કે, આતકીઓને ઝેર કરવા સેના માટે સાયબર તાકાત ખુબ જ જરૂરી છે. આતંકવાદીઓ ઈ-મેઈલ સોશિયલ મીડિયા અને વોટસએપ જેવા માધ્યમોથી તંગદિલી ફેલાવવાની અથવા હેકિંગના માધ્યમથી આતંક ફેલાવવાની યોજના ઘડે છે માટે ભારતીય સંરક્ષણ તેમજ સેના માટે ખાસ સાયબર સેલની જરૂરીયાત છે. ડિજિટાઈઝેશન વધવાને કારણે હેકિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃતિઓમાં પણ વૃદ્ધિ થઈ છે ત્યારે થોડા સમય પહેલા સંરક્ષણમંત્રી નિર્મલા સિથારામને પણ ડિફેન્સ મિનિસ્ટ્રી પર સાયબર અટેકનું જોખમ હોવાની ચિંતા વ્યકત કરી હતી.

આર્મીના ચીફ જનરલ બિપીન રાવલે બુધવારે ડિફેન્સ ફોર્સ પર સાયબરના જોખમ અંગેની ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, આતંકીઓને ઝેર કરવા સેના માટે સાયબર તાકાત ખુબ જ જરૂરી છે. કારણકે આતંકીઓ સિમાથારથી ઈન્ટરનેટના ઉપયોગથી હુમલા કરી રહ્યા છે. મોબાઈલ ઉત્પાદક આઈઓએસ કંપની એપલે પણ સુરક્ષાને લઈ તેની સિકયોરિટીના ડેટામાંથી આતંકીઓને ઝડપવાની મદદ કરવા અંગે ઘસીને ના પાડી દીધી હતી. કોન્ફરન્સમાં હાજરી આપતા આર્મી ચીફે વધુમાં ઉમેર્યું કે, દેશની સુરક્ષા અને હિત માટે હાલના રાજનૈતિક વૈશ્ર્વિકરણને ધ્યાનમાં લઈને સાયબર સિકયોરિટી મહત્વની ભૂમિકા નિભાવે છે માટે પ્રોકસી વોર અને રાજનૈતિક ષડયંત્રોને જાણવા પણ સાયબર સિકયોરીટી જરૂરી બને છે.

ભારતના સાયબર ક્ષેત્રે વધુ ક્ષમતા અને આધુનિક સિસ્ટમ તેમજ નિષ્ણાંતોની તાતી જરૂરીયાત છે. આજે આતંકીઓ સાયબર સ્પેસનો ફાયદો ઉઠાવી બેફામ તંગદિલી ફેલાવી રહ્યા છે તો આજે આપણે તેની સામે લડત નહીં આપી શકીએ તે દેશ ઉપરાંત ડિફેન્સ મિનિસ્ટ્રી પણ ખતરામાં છે. ચીની કંપનીઓ પણ ડિજિટલ સુરક્ષા વધારવાની શરૂઆત કરી ચુકયું છે. કોન્ફરન્સને સંબોધતા લેફટનન્ટ સતીષ દુઆએ જણાવ્યું કે, ડિફેન્સ સ્ટ્રેટેજીને પણ સાયબર એટેકની ભીતિ છે. બુરહાન વાનીની કે પછી હિઝબુલ મુઝાહીદીન હોય દરેકે સોશિયલ મીડિયાને આતંકનું માધ્યમ બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.