સેનામાં ‘ડ્યુટી ઓફ ટૂર’થી અનેક સમસ્યા ઉકેલાશે
ઉદ્યોગ જગતને પણ તાલીમી, અનુભવી માણસો મળશે
વિશ્ર્વની સૌથી મોટી ત્રણ સેના પૈકીની ભારતીય સેનામાં રાષ્ટ્રસેવા માટે જોડાવવા હજારો યુવાનોના દિલ ધડકતા હોય છે પરંતુ સમય, સંજોગો અને સેનાના બંધારણ અને નિયમોને કારણે સેનામાં જોડાવવાનું દરેકનું સપનું પુરુ થતું નથી ત્યારે સૈન્યમાં કામ કરવાનું નાગરિકોનું સપનું હવે સાકાર થાય તે માટે ભારતીય સેનામાં સેવા પ્રવાસ એટલે કે ટુર ઓફ ડયુટીના પ્રાયોગિક મોડલ અંતર્ગત સામાન્ય નાગરિકોને સેનામાં ૩ વર્ષ માટે માનદ સેવા માટે ભરતી કરવાના એક પ્રસ્તાવ પર સેનાએ સકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
ન ભુતો, ન ભવિષ્ય સેનામાં નાગરિકોને માનદ સેવા માટે તક આપવાના ઉજળા બનેલા સંજોગો અંગે બુધવારે ભારતીય સેનાનાં અધ્યક્ષ એમ.એમ નારવાણેએ જણાવ્યું હતું કે, સેનાના અધિકારીઓની કોલેજો અને વિશ્ર્વ વિદ્યાલયોની મુલાકાત દરમિયાન હજારો યુવા વર્ગ સૈન્યનું જીવનનો અનુભવ મેળવવા માટે આતુર હોય છે. જયારે અમારા અધિકારીઓ કોલેજીયનોને સંબોધન કરે છે ત્યારે અમને આ વાતની અનુભૂતિ થઈ કે યુવાનો સૈનિકના જીવનના અનુભવ મેળવવા ઉત્સુક હોય છે. જીવનભરની કારકિર્દી માટે નહીં આ ભાવનાને લઈ અમને યુવાનોને ૩ વર્ષ માટે સેનામાં માનદ કર્મચારી તરીકે સામેલ કરવાનો વિચાર આવ્યો. શા માટે આવા યુવાનોને બે કે ત્રણ વર્ષની રાષ્ટ્રસેવા માટે તક ન આપવી તેમ તેમણે જણાવ્યું હતું. અમને યુવાના રૂ પમાં વિશાળ માનવશકિત પ્રાપ્ત કરવાનો લાભ અને સમાજને શિસ્તબઘ્ધ નાગરીકો અને સૈનિક અને સેનાની રાષ્ટ્રભાવના શિસ્ત ધરાવતો સમાજ અને યુવાનો સૈનિક તરીકેની રાષ્ટ્રસેવાની પ્રતિબઘ્ધતા આત્મસાત કરવાનો જીવંત અનુભવ પ્રાપ્ત કરી શકશે.
અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, ટુર ઓફ ડયુટી, સેવા પ્રવાસી, સેવા યાત્રા અંતર્ગત ભરતી પ્રથા પ્રાયોગિક ધોરણે દાખલ કરી સેનામાં અન્ય દરજજાની જગ્યાઓ તરીકે રહેલી મર્યાદિત જગ્યાઓને વધુ વિસ્તૃત કરી આ મોડેલને સફળ બનાવવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ દરખાસ્તને કાયમી ભરતીનો મુસદાને સશસ્ત્રદળોમાંથી બદલાવીને ત્રણ વર્ષના સમયગાળા માટે ઈન્ટરશીપના રૂ પમાં લાગુ કરવામાં આવશે. આ નવા ટુર ઓફ ડયુટી ક્ધસેપ્ટથી શોર્ટ સર્વિસ કમિશન ગુણ સેવા પંચના માધ્યમથી અત્યારે ૧૪ વર્ષ સેવા માટે સૈનિકોની તાલીમ અને પગાર સહિતની પ્રક્રિયા માટે જ છ કરોડ રૂ પિયાનો ખર્ચ થાય છે. તેના બદલે આજ કામે ૮૦ થી ૮૫ લાખમાં થશે અને સેનાનાં રૂ પિયા બચશે. આ બચત સેના આધુનિકરણ માટે સેના અન્ય ક્ષેત્રમાં બચતના આ પૈસા વાપરી શકશે. ટુર ઓફ ડયુટીના આ આવિસ્કારથી સેના પરનું પગાર અને પેન્શનનું ભારણ પણ ખુબ જ ઘટી જશે અને દેશના ઉધોગ જગતને પણ સિકયુરીટી માટે સેનામાં ૩ વરસનો અનુભવ ધરાવતા યુવાનોને સેવાનો લાભ મળશે.
ઘણા ઉધોગ જગત એવું માને છે કે, અત્યારના યુગમાં ટીઓડીમાં ફરજ બજાવનાર યુવાનોને ૩૩ થી ૩૪ વર્ષની વયે કોર્પોરેટ જગતમાં સેવા માટે તેમનો તાલીમ અને અનુભવની વિશેષ લાયકાત કામ આવશે. સેના પણ ટીઓડી યોજનાને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓ અને જવાનોને વધારાના લાભ માટે વિચારી રહી છે. સેના હંગામી ધોરણે ભરતી થનાર યુવાનોને યુદ્ધ દરમિયાન થતા નુકસાન અને આવી વ્યકિતને અન્ય લાભ આપી યુવાનોને કારકિર્દી માટે આઈઆઈટીની જેમ સેનામાં જોડાવવા માટે પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. વિશ્ર્વમાં ઘણા એવા દેશો છે કે જયાં દરેક પરીવાર માટે કોઈ પણ વ્યકિતને સેનામાં ફરજીયાતપણે જોડાવવાનું હોય છે. ભારતની સેના વિશ્ર્વની ટોચની ત્રણ સેનાઓમાં સ્થાન ધરાવે છે પરંતુ આપણા બંધારણમાં અને સૈન્ય નિયમમાં કોઈપણ વ્યકિતને ફરજીયાત સેનામાં જોડવાની પ્રથા નથી. આના કારણે દેશનાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલાક રાજયો પોતાની સામાજીક વ્યવસ્થા, આર્થિક પરિસ્થિતિ, વસ્તી, લોકોનું જીવન ધોરણ, શારીરિક બાંધાને કારણે યુવાનોને સેનામાં જવા માટે વધુ ઉત્સાહ પ્રવર્તે છે.
દેશમાં સેનામાં જોડાવવાની પ્રબળ ઈચ્છાશકિત રાખતા ટોચના પાંચ રાજયોમાં સૌથી પ્રથમ નંબરે પંજાબ ત્યારપછી હરિયાણા, રાજસ્થાન, પૂર્વાંચલ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. સેનામાં પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતર પૂર્વના સેવન સીસ્ટર, યુપી-બિહાર, તામિલનાડુ, કર્ણાટક, કેરલ, હિમાચલ પ્રદેશ, આંધ્ર અને તેલંગણા જેવા રાજયોમાં સેનાનું આકર્ષણ વધુ છે. સેનામાં અધિકારી કક્ષાના કર્મચારીઓ આપનાર રાજયોમાં યુપી, હરિયાણા, ઉતરાખંડ અને બિહારમાંથી વિશેષરૂ પમાં અધિકારીઓ મળે છે. ભારતીય સેનામાં અત્યારે ૪૫ હજાર સૈનિકો અને ૭ હજાર અધિકારીઓની ઘટ પડે છે. દેશમાં અત્યારે ૧૨૩૭૧૧૭ સક્રિય અને ૯૬૦૦૦ અનામત સૈનિકો નૌસેનામાં ૬૭૨૨૮ સક્રિય અને ૫૫,૦૦૦ અનામત, વાયુ દળમાં ૧૧,૩૯,૫૪૬ સક્રિય અને ૯.૪૦ લાખ અનામત જવાનોની સંખ્યા ધરાવે છે. સેનામાં ટુર ઓફ ડયુટીના કનસેપ્ટથી અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે.