બાતમીના આધારે સુરક્ષા દળોએ હાથ ધર્યુ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારા પર આકરી તવાઇ ઉતરતા અલગતાવાદી તત્વોમાં ફેલાયેલા ફફડાટ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ મળેલી એક મહત્વની કામયાબીમાં અનંતનાગના હુમલા ખોર અને જૈસે મોહમ્મદનો માસ્ટર માઇન્ડ સુરક્ષા દળોને હાથે ઠાર મરાયો હોવાના પગલે દેશ વિરોધી તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
અનંતનાગરમાં ૧ર જુલાઇ થયેલા આતંકવાદી હુમલામાં ૧ર જવાનો અને એક ઓફીસ અધિકારી શહીદ થયાના બનાવ બાદ સેના દ્વારા મંગળવારે ખીણ વિસ્તારમાં હાથ ધરેલા આતંક વિરોધી અભિયાનમાં અનંતનાગના મુખ્ય કાવતરા ખોર અને જેસેમોહમદનો કહેવાતો કમાન્ડર ફૈયાઝ અહેમદ ઠાકુરઠાર મરાયો હતો. ફૈયાઝના ખાત્માથી આ ધટનાને સુરક્ષા દળોએ મોટી ઉ૫લબ્ધી ગણાવી છે ઠાકુર અને તેના સાગરીતો બટ્ટ અનંતનાગના દક્ષિણ કાશ્મીર વિસ્તારના બીજબહેરામાં કરાયેલ એન્કાઉન્ટરમા ગોળીઓ વિધાયા હતા. ત્રાલ જીલ્લાના પુલવામાન વતની ફૈયાઝ ઠાકુર અનંતનાગના વ્યસ્ત ગણાતા ખાનબામાં પહેલગામ રોડ ઉપર થયેલા સીઆરપીએફ કાફલા પર હુમલાનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે. ૧૨ જુલાઇના આ હુમલામાં ફરજ પરના બે અધિકારીઓ અને અન્ય પાંચ સાથે અનંતનાગના એસએચઓ અર્શદ અહેમદ સીઆરપીએની ત્રણ જવાનો અને એક મહીલાનું મૃત્યુ નિપજયું હતુ.
એન્કાઉન્ટરમાં ઠાક મરાયેલો જેસનો કમાન્ડર ઠાકુર ત્રાસ, અવંન્તીપુર, બીજબહેરા, એસમુકામ વિસ્તાર ના ખીણ પ્રદેશમાં જેસે મહોમ્મદની આતંકી પ્રવૃતિઓની દેખરેખ રાખતો હતો ઠાકુર અને બટ્ટ બન્ને સુરક્ષા દળો અને પોલીસ પરના હુમલાઓની અનેક ઘટનામાં વોન્ટેડ હતો. આ બન્ને આતંકીઓ બીજબાહેરાના ઓપજનનમાં છુપાયા હોવાની બામતી મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ધેરાયેલા બન્ને આતંકીઓએ સુરક્ષા જવાનોની ટુકડી પર ગોળીઓ વરસાવતા જવાબી કાર્યવાહીમાં બન્ને ઠાર મરાયા હતા. સેનાએ બન્ને પાસેથી વાંધાજનક વસ્તુઓ હથિયાર દારુગોળા અને સ્ટીલ કોટેડ ગોળીઓને મોટો જથ્થો જપ્ત કર્યો હતો.