જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ શુક્રવારે 4 આતંકીને ઠાર કર્યા હતા. સેનાને પંજરાન લસ્સીપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુરુવારે રાતે જ મળી ગઈ હતી. ત્યારપછી રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી), સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ પાસેથી એકે-47 રાઈફલ સહિત મોટી માત્રામાં ગોળા-બારુદ મળી આવ્યા હતા.

ગુરુવારે મોડી રાતે સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારે આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. જોકે બાકીના અન્ય આતંકીઓએ સમર્પણની જગ્યાએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ત્યારપછી શુક્રવાર સવાર સુધી જવાનોએ સ્થિતિ પર નિયંત્રણ મેળવતા અન્ય 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.