જય જય ભવાનીના નાદ સાથે તલવાર બાજી સહિતના શસ્ત્રોના કરતબો દર્શાવ્યા
દામનગર શહેર માં સમસ્ત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા મહારેલી નું સુંદર આયોજન દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજા કરાય શસ્ત્ર પૂજા બાદ રેલી રૂપે શહેરની પટેલ વાડી ખાતેથી તલવાર બાજી અને ભાલા બરશી સહિતના શસ્ત્રો ના કરતબ સાથે જય જય ભવાની ના નાદ સાથે રેલી પ્રસન થઈ સરદાર ચોક થઈ વેજના મહાદેવ મંદિર થઈ પુન: પટેલ વાડી ખાતે પધારી જ્યાં ક્ષત્રીય સમાજ શ્રેષ્ટિ ઓ દ્વારા મનનીય વક્તવ્ય અપાયું ધર્મ રક્ષા ગૌરક્ષા રયત્ત નું રક્ષણ કરવાની ફરજ સહિત ક્ષત્રીય ગુણો ઇતિહાસના અમર રાજપૂતોના સદગુણ ના દાખલા સાથે સમાજ અગ્રણીઓની શીખ આપતી ટકોર શિક્ષિત બનો સંગઠિત બનો અપીલ કરતા અનેકો મહાનુભવો નું મનનીય વક્તવ્ય દામનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારો ભુરખિયા તાજપર રામપર ભટવદર ધામેલ ભાલવાવ કાચરડી નવાગામ મેમદા મેળી ચભાળિયા સહિત લાઠી તાલુકા ભર ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ક્ષત્રીય સમાજે દામનગર પટેલ વાડી ખાતે શસ્ત્ર પૂજા કરી રેલી યોજી હતી જેમાં રાજપૂત યુવા સંગઠન દ્વારા તલવાર બાજી સહિત ના કરતબો દર્શાવ્યા હતા.