ઇકો સેન્સેટીવ ઝોનની હદ વધશે તો આર્થિક ગતિવિધિ પર રોક લાગશે
૨૫૮ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં હાલ ૬૭૪ સાવજોનો વસવાટ
ગીરને નેશનલ પાર્ક ઘોષિત કરવાની માંગ સાથે સાવજો માટે ૧ હજાર સ્કવેર કિ.મી.નો વિસ્તાર કરવા માટે જણાવાયું
છેલ્લા ઘણા સમયથી ગીરના ઇકો સેન્સિટિવ ઝોનની હદ વધારવા અને ઘટાડવા માટે મંત્રણા ચાલી રહી છે.આ સ્થિથી ને ધ્યાને લઇ એ વાત પણ સાચી છે કે , સાવજોના વિસ્તાર વાદ થકી ગીર પંથકમાં માઠી સર્જાશે કે કેમ ? ઇકો સેન્સિટિવ ઝોન ની જો હદ વધારવામાં આવે તો સવાજો માટે રહેઠાણનો વિસ્તાર વધશે, પરંતુ જે આર્થિક ગરીવિધિ જે જોવા મળી રહી છે તેના પર પૃનવીરામ મુકાઈ જશે.
ઝોનની હદ વધતા ખેડૂતો તેમના ખેતરમાં કોઈ વિકાસ લક્ષી કાર્યો નહીં કરી શકે. હાલની સાંપ્રત સ્થિથીને ધ્યાને લેતા સાવજો ધારી સુધી પહુચી ગયા છે.
એક તરફ સાવજોની વસ્તી વધી રહી છે ,તો બીજી તરફ તેમના રહેઠાણ ના વિસ્તારમાં સહેજ પણ વધારો જોવા મળ્યો નથી. સાવજો તેમના રહેવા માટેના વિસ્તાર નકી કરતા હોય છે. ત્યારે આ સ્થિથી ને ધ્યાને લઇ ગીર ને નેશનલ પાર્ક ઘોષિત કરવા અને સાવજો માટે રહેઠાણ વિસ્તારને વધારવાની માંગ કરવામાં આવી છે. હાલ સાવજો માટે ૨૫૮.૭૧ સ્કવેર કિલોમીટરનો વિસ્તાર નિર્ધારિત કરવામાં આવ્યો છે જે પૂરતો ના હોવાથી વધુ ૧ હજાર કિલોમીટર નો વિસ્તાર કરવા માટેની માંગ ઉઠવા પામી છે.
બીજી તરફ ગીરના સાવજોને મધ્યપ્રદેશ ખસેડવા માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાને લઇ ગીર અને ગીર વિસ્તારમાં રહેતા સાવજો માટે પ્રસનો ઉદ્ભવીત કરવામાં આવી રહ્યા છે.
૨૫૮.૭૧ સ્કવેર કિલોમીટરનો વિસ્તારમાં કુલ ૬૭૪ સાવજો વસવાટ કરે છે.
જગ્યાના અભાવે જંગલનો રાજા ગામડાઓ, અને શહેરોમાં જોવા મળી રહ્યા છે. વિસ્તાર જો વધારવામાં આવે તો નેસડામાં વસતા માલધારીઓનો પણ વ્યાપક વિરોધ ઉઠવા પામશે.
હાલની સ્થિથી મુજબ ગીર વિસ્તારમાં આર્થિક ગતિવિધિઓ સારી રીતે જોવા મળી રહી છે.
સહેલાણીઓ માટે સારી એવી હોટેલ , રિસોર્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે જો સાવજો માટે વિસ્તાર વધારાશે તો આ તમામ રીતે ઉદ્ભવીત થતી આવક ઉપર પૂર્ણવિરામ મુકાશે. સરકારએ ૧૯૮૨માં જીઆર બહાર પાડ્યો હતો જેમાં સપસ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ગીર સેન્ચુરી ને નેશનલ પાર્ક બનાવવામાં આવશે જે ૧,૧૫૩.૪૨ સ્કવેર કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે.
ગીર સાવજોના વિસ્તાર વધારવામાં નિષ્ફર નિવડતા મધ્યપ્રદેશ દિન પ્રતિદિન સાવજોના રિલોકેસન માટે પ્રેસર કરી રહ્યું છે. કમિટીનું માનવું છે કે જો સાવજો માટે વિસ્તાર વધારવામાં આવશે તો સાવજોને થતી બીમારીમાં પણ ઘટાડો નોંધાશે .
મે માસ દરમિયાન ત્રણ લોકોની કમિટી ગીરની મુલાકાતે આવી હતી જ્યાં સાવજો માટે વિસ્તાર વધારવા માટેની માંગ પણ કરી હતી. અંતે એ વાત સ્પષ્ટ છે કે સાવજોના વિસ્તાર વાદથી ગીર પંથક માટે માઠી સર્જશે કે કેમ ?