ડો. બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ તા.૧૪ એપ્રિલ ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુની લશ્કરી છાવણીમાં થયો હતો. લશ્કરમાં નોકરી કરતા તેમના પિતાનું નામ સુબેદાર રામજી માલોજી શકપાલ અને માતાજીનું નામ ભીમાબાઈ હતુ. તેઓ તેમના માતા પિતાને ૧૪મું સંતાન હતા.
વડોદરાના મહારાજા ગાયકવાડ તરફથી શિષ્યવૃત્તિ મેળવી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈ.સ. ૧૯૧૩માં ડો. આંબેડકર અમેરિકા ગયા. અમેરિકાની પ્રખ્યાત કોલંબીયા યુનિવર્સિટીમાં ‘પ્રાચીન ભારતમાનો વ્યાપાર’ એ વિષય પર નિબંધ લખી ઈ.સ. ૧૯૧૫માં કોલંબીયા યુનિવર્સિટીમાં એમ.એ.થયા અને ૧૯૧૭માં મહાનિબંધ લખી પી.એચ.ડી.ની. ડીગ્રી મેળવી અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરી વિશેષ અભ્યાસ માટે ઈગ્લેન્ડ ‘લંડન સ્કુલ ઓફ ઈકોનોમીકસ એન્ડ પોલિટીકલ સાયન્સ’માં ત્યાંથી એમ.સી.ડી. એસ.સી. અને બાર એટ લોની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી હતી.
ભારતીય બંધારણ-૨૯, ઓગષ્ટ ૧૯૪૭માં ભારતનું બંધારણ ઘડવા માટે એક કમીટી બનાવવામાં આવી હતી ડો. આંબેડકરને આ સમિતિનાં અ્ધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ડો. આંબેડકરે ન્યાયી, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનું સમર્થન કરતું ભારતીય સવિધાનરચી આપ્યું. આ સવિધાન અનુસાર ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના શુભ દિનથી આપણું પ્રાચીન રાષ્ટ્ર સાર્વભોમ પ્રજાસતાક ભારત દેશના નામે જગતમાં જાહેર થયું. ભારત દેશની મજબૂત લોકશાહીના પ્રણેતા ડો. બાબા સાહેબ આંબેડકર સાહેબની ખ્યાતી આજે દેશ નહિ પણ યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, એશિયા ખંડોમાં આજે દિન પ્રતિદિન વધતી જાય છે.
આવા મહા માનવ ડો. બી.આર. આંબેડકરના વિચારોથી પ્રેરિત થઈ ને ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ભાગરૂપે ડો. આંબેડકર પ્રતિષ્ઠાન,સામાજીક ન્યાયી ઓર અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશના તમામ રાજયો, જીલ્લાઓ, શહેરો, તાલુકાઓ, ગામડાઓમાં વિશ્ર્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઐતિહાસીક ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, તેમજ ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અનેક વિધ યોજનાઓ દ્વારા અનુસુચિત જાતીનાં લોકો તરતી મૂકવામાં આવેલ છે. ડો. બાબા સાહેબના સુત્ર ‘ચાલો જહા પે દિપ જલાયે વર્હાં અભિ ભી અંધેરા હૈ’ના સુત્રને સાર્થક કરવા માટે અધુરા મુકેલા સ્વપ્નોને પરીપૂર્ણ કરીતે જ આ મહાન વિભૂતિને આજે પણ સમગ્ર રાષ્ટ્ર કોટી કોટી વંદન કરે છે તેમ અંતમાં અનિલભાઈ મકવાણાની યાદીમાં જણાવાયું છે.