રાજકોટ મહાનગરપાલિકાના કાર્પેટ એરિયા આધારિત ઇન્ડસ્ટ્રીયલના મિલકત વેરાના દરમાં રાજ્ય સરકાર દ્વારા સુધારો મંજુર કરવામાં આવ્યો
મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ સને ૨૦૧૮-૧૯માં કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરો લાગુ પાડવામાં આવેલ છે. જેના અનુસંધાને ઇન્ડસ્ટ્રીયલને કાર્પેટ એરિયા બેઈઝ્માં કોમર્શીયલ દર લાગુ કરવામાં આવેલ. જેના અનુસંધાને ઇન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલ એસોસિએશન દ્વારા અગાઉ કાર્પેટ એરિયા બેઇઝ પહેલા કોમર્શીયલ દરને બદલે ઇન્ડસ્ટ્રીઝનો દર રાખવામાં આવે છે.
જેથી કાર્પેટ બેઈઝ્માં પણ કોમર્સને બદલે ઇન્ડસ્ટ્રીઝ દર મંજુર કરવા રજૂઆત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સ્થાયી સમિતિ તથા જનરલ બોર્ડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને કાર્પેટ બેઇઝના ૨.૫ના દરની જગ્યાએ ૧.૭૫નો દર મંજુર કરવામાં આવેલ ઠરાવ રાજ્ય સરકાર મંજુરી અર્થે મોકલતા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહિણીના વિભાગ દ્વારા સદરહું સુધારો મંજુર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા મંજુર થતા ઇન્ડસ્ટ્રીયલ કાર્પેટ એરિયામાં વહેલીતકે સુધારો કરી આપવામાં આવશે. આ સુધારો તથા આશરે ૧૫૦૦૦ જેટલા ઇન્ડસ્ટ્રીઝના માલિકોને આનો લાભ મળશે. આ સુધારાનો અમલ થયેલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા તમામ માલિકોએ વહેલાસર મિલકત વેરો ભરી આપવા અપીલ કરવામાં આવેલ છે.