દેશભરની મસ્જિદો ના સંચાલકો ને માઇક વગાડવા માટે અવાજ પ્રદૂષણ ન થાય તે માટેની ગાઈડલાઈન અને નિયમોનું અનુસરણ ફરજિયાત
મસ્જિદો પર અઝાન માટે વગાડવામાં આવતા માઇક માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની મંજૂરીની આવશ્યકતા હોવા અંગેનો નિયમ કર્ણાટક હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે મસ્જિદના સંચાલકો પાસેથી માઈક્માટે જરૂરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી લીધી છે કે કેમ? તે અંગેનું સોગંદનામું રજૂ કરવા તાકીદ કરી છે
કર્ણાટક હાઈકોર્ટના સંયુક્ત ખંડપીઠ ના મુખ્ય ન્યાયમૂર્તિ એ એસ ઑકા, અને સંજય ગૌડાની ખંડ પીઠે આઇકોન એપાર્ટમેન્ટ ના ૩૨ જેટલા નાગરિકોએ કરેલી જાહેરહિતની અરજી મસ્જિદ પર વાગતા માઇક અંગે વિરોધ નોંધાવ્યો હતો આ સુનાવણી દરમિયાન મસ્જિદના સંચાલકોએ જણાવ્યું હતું કે મસ્જિદ પર માઇક વગાડવા માટે મંજૂરી લઈને માઇક વગાડવામાં આવી રહ્યા છે ,તેની સામે હાઈકોર્ટે મસ્જિદના સંચાલકોને માંઈક વગાડવા માટે ની મંજૂરી માં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ ?અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી લીધી છે કે કેમ! તે અંગેનું સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું
કર્ણાટક હાઇકોર્ટે મસ્જિદના સંચાલકોને સંપૂર્ણ નિર્દેશ આપ્યો હતો કે જો મસ્જિદ પર માઇક વગાડવા માટે ની મંજૂરી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના ગાઈડ લાઈન મુજબ ની પરવાનગી લીધી ન હોય તો મસ્જિદ ઉપર માઇક નો ઉપયોગ ન કરી શકાય,.. કર્ણાટક હાઇકોર્ટે તેમના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મસ્જિદ ઉપર માઇક વગાડવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી જરૂરી છે જાહેર હિતમાં આસપાસના નાગરિકોને માંઇકથી ખલેલ ન પડે તે માટે મસ્જિદ ઉપર નિશ્ચિત વોલ્યુમ અને અવાજના ડેસીબલ ની તીવ્રતા ની મર્યાદા મુજબ માઇક વગાડવાની મંજૂરી મળે છે મસ્જિદ ઉપર માઇક વગાડવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની મંજૂરી ફરજિયાત લેવાની જોગવાઈનું પાલન દરેકને કરવાનું હોય છે,