શીખ સમુદાયના પ્રથમ ગુરૂ નાનક દેવની 550મી જન્મ જયંતિ પર ભારત સરકારે કરતારપુર સાહેબ સુધી કોરિડોરનું નિર્માણ કરશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો અને નાણા મંત્રી અરૂણ જેટલી તે અંગેની જાહેરાત કરી.

પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદથી કરતારપુર સાહેબ કોરિડોરની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે આ મુદ્દે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેબિનેટના નિર્ણયની જાણકારી આપી.

પાકિસ્તાને પણ આ મહિનાના અંતથી જ કોરિડોર બનાવવાનું શરૂ કરી દેશે. ઈમરાન ખાન પોતે તેની શરૂઆત કરશે. જો કે આ અંગે તારીખ હજુ નક્કી નથી થઈ.કોરિડોર 2019 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.પાકિસ્તાન સરકાર તરફથી ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.