લોકપાલ એકટ પર સંશોધન કર્યા વગર પણ નિયુકિત કરી શકાય
લોકપાલની નિયુકિતના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે તે વિરોધ પક્ષના નેતાની ગેરહાજરીમાં પણ લોકપાલની નિયુકિતની પ્રક્રિયા પુરી કરે કોર્ટે કહ્યું કે, વિપક્ષ નેતા ન હોવાથી લોકપાલની નિયુકિત અટકાવી શકાય નહિ અને વર્તમાન કાનુન અંતર્ગત એલઓપી સંશોધન કર્યા વિના પણ લોકપાલની નીમણુંક કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અપીલનો અસ્વીકાર કર્યો છે જેમાં કહેવાયું છું કે, કાનુનમાં સંશોધન કર્યા વગર લોકપાલની નિમણુંક કરી શકાય નહી સુપ્રીમે કહ્યું હતું કે, સામાન્યરીતે જો કોઇ સંશોધન સંસદમાં વિલંબીત થાય તો કોઇ આદેશો કરતી નથી પરંતુ આ કાનુનમાં સંશોધન વગર નિયુકિત થઇ શકે છે. જો વિરોધ પક્ષના નેતા ન હોય તો લોકપાલની પસંદગી સમીતીમાં પ્રધાનમંત્રી, લોકસભા અઘ્યક્ષ, દેશના પ્રધાન ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નીમણુંક કરી શકે છે.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, કેન્દ્રની પાસે એ વાતનું કોઇ જસ્ટીફીકેશન પણ નથી કે આટલા સમય સુધી લોકપાલની નિયુકતીને સસ્પેશનમાં શા માટે રાખવામાં આવ્યું જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારની તરફથી એટોની જનરલ મુકુલ રોહત્ગીએ કોર્ટમાં કહ્યું હતું કે, હાલ લોકપાલની નિમણુંક સંભવ નથી. લોકપાલ બીલમાં ઘણા સંશોધન થવાના છે. જે સંસદમાં લંબીત છે સંસદમાં લોકપાલ બીલમાં ૨૦ સંશોધન લંબીત છે. વર્ષ ૨૦૧૪માં લોકપાલ બીલમાં સંશોધન પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ સ્ટેન્ડીંગ કમીટીએ એક જેટલો સમયગાળો લીધો હતો.
સુનાવણી દરમીયાન એજી મુકુલ રોહત્ગીએ કહયું કે, લોકપાલની નિયુકિતમાં માત્ર વિરોધપક્ષના નેતાની જ મામલો નથી. આ ઉપરાંત પણ ઘણી બાબતોનો સમાવેશ છે. સંસદીય સમીતીએ અહેવાલ આપી દીધો છે. અહેવાલમાં ભષ્ટ્રાચાર નિરીક્ષક સંસ્થાઓ માટે એકીકૃત ની અપીલ છે.
કોર્ટમા: આ અંગે અરજીકર્તાની તરફથી વકીલ શાંતિ ભૂષણે કહયું હતું કે, અદાલતે લોકપાલની નિયુકિત મામલે દખલગીરી કરવી જોઇએ. અને સૌથી મોટા વિપક્ષી દળ ના નેતાને પ્રતિપત્ર નો દરજજો આપી દેવો જોઇએ. લોકપાલની નિયુકિત માટેસરકાર રસ દાખવી રહી નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે સરકારે જાણી જોઇએ સંશોધન વિધેયકની અટકાયત કરી છે.