ગુનાઓ અને દૂષણોનું પ્રમાણ ઘટયું: ટ્રાફિક સમસ્યા પણ હળવી બની: પીઆઈ પટેલની કામગીરીથી લોકો ખુશ
જસદણમાં પીઆઇ તરીકે એ બી પટેલની નિમણૂક તથા જસદણ પંકમાં શાંતિમય વાતાવરણ બની ગયું છે જસદણ શહેરમાં ગુનાખોરી લુખ્ખાગીરી વરલી મટકા તીનપતીનો જુગાર રોમીયોગીરી અને આવારા તત્વો દ્વારા લોકોને પજવણી તેમજ માનસિક ત્રાસ આપવો તેવા ગુનાહ બહુ બનતા હતા તેમજ ટ્રાફિકની સમસ્યા વધારે પ્રમાણે રહેતી હતી અને ખાસ દારૂ પીવો વેચવો દારૂની ભઠ્ઠી બનાવી મોટા પ્રમાણમાં વેચવો ઇંગ્લિશ દારૂ પીવો અને વેચવો તેવા બનાવ વધારે પ્રમાણમાં બનતા હતા તેથી કાયદાકીય વ્યવસ્થા સાવ કળી ગઈ હતી તેથી જસદણ શહેરમાં સારા એવા કડક પીઆઈની જરૂર હતી તે જરૂર પી.આઈ પટેલ આવતા પૂરી ઈ છે.
પીઆઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ જસદણમાં સીપીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા છે ત્યારે ટાવર ચોક વિસ્તાર મોતી ચોક જૂના બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા બહુ જ હતી તેથી પ્રથમ ચાર્જ સંભાળતાની સાથે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ઝડપી કામગીરી કરી અને ટ્રાફિક સમસ્યા દૂર કરેલ છે તેમજ ટુવીલ ફોરવીલ અને હેવી વાહનો ડીટેઇન કરવા લાઈસન્સ ન હોય તો દંડ કરવો તેમજ વીમા પોલિસી વગરના વાહનોને આરટીઓનો મેમો તેમજ કોરાટ નો મેમો આપવો તેથી આવા લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો વાહન ચલાવતા બંધ થઈ ગયા છે ખાસ તો પીઆઈ પટેલે કામ કર્યું છે કે તે એ ખરેખર બિરદાવવાને લાયક છે. પીઆઈ પટેલ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર રાજકીય દબાણ માં આવ્યા વગર ગમે તેવો ગુનેગાર હોય તેને તેના ગુનાહની સજા અપાવેે છે ગુનેગારને ગુનો ન કરે તે માટે ચેતવણી પણ આપવામાં આવે છે અને ત્યારબાદ કાયદાકીય રીતે કાયદા મુજબ પાઠ ભણાવવામાં આવે છે તો જસદણમાં પટેલ સાહેબ જેવા અધિકારીની જરૂર હતી અને તેઓ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.