મુખ્યમંત્રી સાથે ઈ-વે બીલ અને ફુડ લાયસન્સના પ્રશ્ર્નોની ચર્ચા કરાઈરાજકોટ
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનની હાલમાં જ નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ. જેમાં પ્રમુખ દિનેશભાઈ કારીયાએ હોદેદારોની સાથે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરેલ. વિજયભાઈએ સમગ્ર ટીમને ખુબ જ અભિનંદન આપેલ અનેહાલમાં વેપાર-ધંધાને લગતા પ્રશ્ર્નો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ, જેમાં ખાસ કરીને ઈ-વે બીલ વિશે ચર્ચા કરવામાં આવેલ.
ગુજરાતમાં ઈ-વે બીલની લીમીટ ૫૦ હજાર રૂપિયાની છે. મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવેલ કે,ગુજરાતમાં પણ એક લાખ રૂપિયાની લીમીટ થાય તો નાના વેપારીઓને જે મુશ્કેલી પડે છે તે ન પડે. બીજુ કેફુડ લાયસન્સને લગતા પ્રશ્નની ચર્ચા કરવામાં આવેલી જેમાં ચાના હોલસેલનાં વેપારમાંફુડ લાયસન્સ લેવાનો હાલમાં ફાયદો આવેલ છે. હોલસેલ ચાના વેપારીઓ આસામ અને બંગાળનાં ચાના બગીચાઓમાંથી પેક થેલા મંગાવીને પેક જ થેલા વેચે છે, વેપારીઓ ચા નો ખોલતા હોતા નથી અને જે-તે ગાર્ડનનીચા હોય તે ગાર્ડનનાં ચાનાં થેલા ઉપર લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલ હોય છે, ચાનાં ગાર્ડનવાળા લાયસન્સ ધરાવે છે અને પોતાના ચાનાં થેલા ઉપર લાયસન્સ નંબરપણ પ્રિન્ટ કરેલ હોય છે.
ગુજરાતનાં હોલસેલ ચાનાં વેપારીઓને લાયસન્સ લેવાની જરૂરીયાત લાગતી નથી તો આમાથી મુકિત આપવા રજુઆત કરવામાં આવેલ અનેમુખ્યમંત્રીએ તમામ પ્રશ્ર્નો ગંભીરતા પૂર્વક સમજી અને યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપેલ. ત્યારબાદ રાજયનાં અન્ન અને પુરવઠામંત્રી જયેશભાઈ રાદડિયા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરેલ. જેમાં એસોસીએશનનાં સલાહકાર સેંધાભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ બચ્છા, ઉપપ્રમુખ રતનલાલશર્મા, રમણભાઈ પટેલ, કમલભાઈ સેજપાલ,રવિન્દ્રભાઈ પટેલ, મંત્રી નિરજભાઈ પટેલ,સહમંત્રી કનુભાઈ પટેલ, હર્ષદભાઈ પિંડારીયા,જમનાદાસભાઈ, અજયભાઈ શેઠ અને એસોસીએશનનાં કાર્યાલયમંત્રી કાંતિભાઈ વોરા વગેરે ઉપસ્થિત રહેલ હતા.