રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના મહેસૂલી કેસની માહિતી હવે ઓનલાઇન મળશે
નાગરિકો સરળતાી મહેસૂલ સંબંધી કેસોનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકે તે માટે સચિવ મહેસૂલ વિભાગ(વિવાદ), અમદાવાદની કચેરી દ્વારા આપનો કેસ જાણો ઓનલાઈન કેસ સ્ટેટ્સની એપ્લિકેશનનો મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો છે. આ એપ્સ દ્વારા અરજદારો દાખલ સુનાવણી, મનાઈ હુકમ, વગેરે કેસના દરેક તબક્કાની માહિતી મેળવી શકશે. રાજ્યના ૩૩ જિલ્લાઓના મહેસૂલી કેસોની ઓનલાઈન માહિતી પરી મળશે.