આમ-આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓ પર હુમલો થયાની તંત્રને ફરિયાદ
છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની અંદર લોકતિની અને જનહિતની કામગીરી કરી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટલીમાં 27 કાઉન્સિલરોને ચુંટયા પછી સતત લોક પ્રશ્નો સાંભળવા માટે અને લોકોની તકલીફોના નિવારણ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે . તેમજ સતાધારી પક્ષ દ્વારા ખોટા કામોેના શાંતિપૂર્ણ વિરોધ કરી પ્રજા સમક્ષ ઉજાગર કરવાની એ નૈતિક જવાબદારી છે અને જેના ભાગરૂપે સતાધારી પક્ષ દ્વારા નાંણા અને સતાનો દૂર ઉપયોગ અને ખોટા તાયફા કરી લોકોમાં ભ્રમ કરતા હોય કે લોકોપયોગી કામો સતાધારી પક્ષની અણઆવડતને કારણે બાકી રહી જાય હોય તો તેની સકારાત્મક રજૂઆત કરવી લોકોની વચ્ચે જઈને એમની વાત કરવી એ વિરોધ પક્ષ તરીકેનો કલમ 19/1 બી મુજબ બંધાસીય અધિકાર છે .
જે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે કરી રહી છે.પરંતુ , અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓને સતાધારી પક્ષના અસામાજીકગુંડા તત્વો , અસમાજિક તત્વો દ્વારા કાયદાનો ડર રાખ્યા વિના માર મારવામાં આવી રહયો છે, જેની સામે પોલીસ સ્ટેશનની અંદર સમયસર ફરિયાદ પણ નોંધાતી નથી અને ફરીયાદ કર્યા પછી આજ દિવસ સુધી કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી . કોઈ પણ હુમલાખોરોને પકડી અને જેલના હવાલે કરવામાં આવ્યા નથી . પરંતુ આમ આદમી પાર્ટીની કરીયાદની સામે પોલીસ તંત્ર અને ભાજપના અસામાજિક તત્વો દ્વારા ઉલટ ફરીયાત કરે છે , તેની તાત્કાલીક અસર થાય છે.
બંધારણીય કલમ 19/1.સી મુજબ નોંધાયેલ રાષ્ટ્રીય અને પ્રાદેશીક જવાબદાર રાજકીય પક્ષ તરીકે જણાવી રહ્યા છક્ષએ કે, જો આવી ઘટના ચાલુ રહેશે તો આ શંહેરની અંદર કાયદો વ્યવસ્થા પણ ખોરવાઈ અને લોકોને પોલીસ પ્રશાસન પરથી વિશ્ર્વાસ ઉડી જાય. આવું ન થાય એ બાબતે યોગ્ય તકેદારી કરાવી અને હુમલાઓ થતા અટકવવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ખાસ માગણી છે.