સુપ્રીમના ચીફ જસ્ટીસે જજો સાથે તાત્કાલિક મીટીંગ યોજી

કોંગ્રેસ અને ૭ પક્ષોના ૬૪ સાંસદો વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાની વિરુધ્ધમાં મહાભિયોગ માટેનો પ્રસ્તાવ લાવ્યા હતા. પરંતુ રાજયસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ પ્રસ્તાવના ફગાવી દીધો હતો. અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે, જો પ્રસ્તાવ માન્ય નહીં રાખવામાં આવે તો આ નિર્ણયને વડી અદાલતમાં પડકારવામાં આવશે. અલબત કોંગ્રેસના આ નિર્ણયનું બાળ મરણ તું જોવા મળી રહ્યું છે.

યુપીએ શાસનકાળના એટર્ની જનરલ (વરિષ્ઠ વકીલ) અને રાજયસભાના સાંસદ રહેલા કે.પરશરને કોંગ્રેસના વિચાર પર પાણીઢોળ કર્યું છે. તેમના મત અનુસાર લોકસભા કે રાજયસભાના ચેરમેનને ન્યાયાધીશ સામેની નોટિસ સ્વીકાર કે રદ્દ કરવાનો અધિકાર છે. તેમના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાયો નહીં.

લોકસભાના સ્પીકર કે રાજયસભાના ચેરમેને નોટિસ મામલે લીધેલા નિર્ણય અંગે કોઈ ચુકાદો આપવો તે ન્યાયતંત્રની કાર્યસીમાની બહાર છે. બીજી તરફ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ વડી અદાલતના અન્ય ન્યાયધીશો સો બેઠક કરી હતી. સામાન્ય રીતે દર બુધવારે ન્યાયાધીશો વચ્ચે બેઠક તી હોય છે જે પાંચ મીનીટ લાંબી હોય છે. અલબત ગઈકાલે ન્યાયાધીશો વચ્ચેની તાત્કાલીક બેઠક ઈ હતી જે ૧૫ મીનીટ જેટલી લાંબી ચાલી હતી. ન્યાયાધીશ જે.ચેલેશ્ર્વરમ્, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરીયન જોશેફ દ્વારા ગત તા.૧૨ જાન્યુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ન્યાયમૂર્તિની કાર્ય પધ્ધતિ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ દિપક ઉપર મહાભિયોગની ચર્ચા શરૂ થઈ હતી. કોંગ્રેસ સહિતના ૭ વિરોધ પક્ષોએ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સામેનો મહાભિયોન પ્રસ્તાવ મુકયા બાદ પાણી પહેલાની પાળ બાંધી હતી અને જો પ્રસ્તાવ ફગાવી દેવાશે તો વડી અદાલતમાં ઘા કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે, ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ પ્રસ્તાવ ફગાવ્યા બાદ હવે કોંગ્રેસ વડી અદાલતમાં અરજી કરી શકે તેમ નથી. કારણ કે આ પ્રકારની કાર્યવાહી ન્યાયતંત્રની સીમા બહારની છે તેવું કોંગ્રેસના કાયદા નિષ્ણાંતનું માનવું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.