માણાવદરના ગાયત્રી મંદિરે થી રેલી કાઢી ખેડૂતૉએ મગફળીના પેમેન્ટ વ્યાજ સહિત આપવા માણાવદર મામલતદાર વાય.પી.જૉષીને આવેદનપત્ર પાઠવ્યું હતુ આ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે ચાલુ વર્ષમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને સપૉર્ટ પ્રાઇઝ મળી રહે તે હેતુ થી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું નક્કી થતા સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલ જેમાં ધણા બધા ખેડૂતો ના પેમેન્ટ ચુકવાયા નથી જે વ્યાજ સહિત તાત્કાલિક ચુકવવા સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સપૉર્ટ પ્રાઇઝ તેમજ ખરીદી કેન્દ્રૉ ચાલુ થતાં હૉય છે.
પરંતુ વચ્ચેની કૉઇ ચેનલૉની મિલીભગતને લીધે જગતના તાતને ભૉગવવુ પડતુ હૉય તેવુ લાગે છે તમામ ખેત પેદાશોના પૉષણસમ ભાવ નથી મળતા તે મળવા જૉઇએ કૉઇ કૉઇ જગ્યાએ પીજીવીસીએલના મુદ્દે થ્રી ફેઇઝ પાવર ચાલુ થાઇ પછી ધણૉ સમય વચ્ચે બંધ રહે છે તે પણ નિવારણ કરવુ ખેતીવાડીના પાકને જંગલી જાનવારૉ રૉજ , ભુંડ , વિગેરેના ત્રાસમાંથી મુકિત આપાવવા આ મુદાઑને લઇને ભારતીય કિશાન સંધ અને ખેડૂતો એ માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com