જીપીએસની મદદથી ફરિયાદીનું લોકેશન ચૂંટણી તંત્રને મળી જશે, ફરિયાદ બાદ તાત્કાલીક ફલાઈંગ સ્કવોડ ઘટના સ્થળે પહોંચશે
લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચ દ્વારા એપનો ઉપયોગ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ એપમાં નાગરિકો આચારસંહિતા ભંગની સીધી ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ બાદ જીપીએસની મદદથી ચૂંટણી તંત્ર ફરિયાદીનું લોકેશન જાણીને ફલાઈંગ સ્કવોર્ડને સીધી ઘટના સ્થળે દોડાવશે. આમ આચારસંહિતા ભંગના કેસમાં તાત્કાલીક કાર્યવાહી કરવા ચૂંટણીપંચે વ્યૂહ ઘડી કાઢયો છે.
આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી તંત્રએ આ લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ઘટનાઓ સામે ત્વરીત કાર્યવાહી કરવા માટે એપ ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ એપમાં જીપીએસ સીસ્ટમ પણ કાર્યરત હશે.
કોઈપણ નાગરિક આ એપના માધ્યમથી ચૂંટણી વખતે આચારસંહિતાનો ભંગ થતો હોય તો ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદના આધારે ચૂંટણી તંત્ર સીધુ એલર્ટ થઈ જશે. સૌપ્રથમ એપ મારફતે કંટ્રોલ‚મને જાણ થશે. આ મામલે ફલાઈંગ સ્કવોર્ડને ફરિયાદીનું લોકેશન સહિતની વિગતો પૂરી પાડશે. બાદમાં ફલાઈંગ સ્કવોર્ડ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈને જ‚રી કાર્યવાહી કરશે.
નોંધનીય છે કે, અગાઉ એપનો ઉપયોગ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યો હતો જયાં તેને સફળતા મળતા હવે લોકસભાની ચૂંટણીમાં પણ આ એપ ઉપયોગમાં લેવામાં આવનાર છે.