પક્ષીઓમાં જેમ જાતજાતના માળા બનાવવાની કૃદરતી કળા છે તે જ રીતે કેટલાંક નાનાં જીવડાંઓ પણ અદભૂત કારીગરીનો ઉપયોગ  કરીને રહેઠાણ બનાવે છે.ઉધઈ અંધ હોવા છતાંય અનેક ખંડો અને રસ્તાઓ વાળા એરકન્ડિશન્ડ દર બનાવે છે.કીડી, મંકોડા પણ જમીનમાં ખોરાક સંગ્રહ કરવાના ખંડ સહિતના અનેક માર્ગી દર બનાવીને રહે છે. કીડી અને મંકોડાની હજારો જાત થાય છે.આફિકા અને એશિયાના દેશોમાં જોવા મળતાં વિવર એન્ટ નામના મંકોડા ઝાડ ઉપર રહે છે અને તે પણ પાંદડા સીવીને બનાવેલા ઘરમાં .દક્ષિણ ભારતમાં પણ લાલ મંકોડાની આવી જાત જોવા મળે છે.

7537d2f3 18

અદભૂત દરજીકામ કરતા આ મંકોડા તેની લાળમાંથી બનેલા દોરા વડે નજીકના બે પાનની ધાર સીવીને ગોળાકાર ટનેલ જેવું ઘર બનાવે છે.હજારો મંકોડા ભેગા થઈ લાંબી ટનેલ જેવા ઘર બનાવે છે.તેમની માળા બનાવવાની રીત પણ અનોખી છે. મંકોડી રાણી ેએક પાન ઉપર ઈંડા મુકે છે. તેમાંથી સંખ્યાબંધ લારવા પેદા થાય છે.આ બધા કામદાર મંકોડા બને છે.આ મંકોડા હરોળમાં ઊભા રહી પાનને ખેંચીને નજીક લાવી તેની ધાર સાંધીને ભૂંગળા જેવું ઘર બનાવે છે.જેમ જેમ વધુ મંકોડા પેદા થાય તેમ તેમ ઘર પણ મોટું થતું જાય.

તમે નહી માનો પણ થાઈલેન્ડમાં લોકો આ મંકોડાનો ખારોક તરીકે ઉપયોગ કરે છે.આ મંકોડાની બનેલી વાનગી મોંઘી પણ લોકપ્રિય હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.