પ્રજાલક્ષી નિર્ણયથી સરકારની તિજોરી પર બે હજાર કરોડનો બોજ
કેન્દ્રની મોદી સરકાર દ્વારા પ્રથમ બજેટ લોકો માટે સારા દિવસો સમાન માનવામાં આવી રહ્યું હતું જેમાં આવકમાં મુકિત મર્યાદા વધારવાની સાથોસાથ ૮૦-સી મુજબ ટેકસમાં છુટની સીમામાં પણ વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદના બજેટમાં આ પ્રકારની ઉદારતા જોવા મળી ન હતી પરંતુ ત્યારબાદના જો ઈન્ટ્રીમ બજેટની વાત કરવામાં આવે તો ટેકસધારો માટે ઘણી ખરી ટેકસને લઈ બેનીફીટ પણ આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે ૨૦૧૫ના બજેટની વાત કરવામાં આવે ત્યારે ધનાઢય લોકો માટે વર્ષ સારું રહ્યું ન હતું કારણકે તેમની આવક પર ૧૦ ટકા સરચાર્જ વધારી ૧૨ ટકાથી લઈ ૧૫ ટકા કરવામાં આવ્યો હતો. જયારે ૨૦૧૮ના બજેટમાં લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ પર ૧૦ ટકાનો પણ વધારો બોજો નાખવામાં આવ્યો હતો. મોદી સરકાર દ્વારા ગયા વર્ષે વેલ્થ ટેકસ નાબુદ કરવામાં આવ્યો હતો જેને લઈ ૮૦-જીજી મુજબ ટેકસની છુટ ૨૦૦૦થી વધારી ૫૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી પરંતુ ૨૦૧૯માં ઈન્ટ્રીમ બજેટ પછી બે-ત્રણ મહિનામાં જયારે લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે મોદી સરકાર નોકરીયાત વર્ગ માટે અચ્છે દિન જેવો માહોલ ઉદભવિત કરી રહ્યું છે અને ટેકસ ઉપર રાહત આપવાની જે ધારણા છે તે મુજબ કામગીરી પણ કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આવકમાં થતા સેવિંગમાં છુટની સીમા વધારી સાથો સાથ પેન્શનધારો, હાઉસીંગ લોનના રેઈટ ઉપર રાહત સહિત અનેકવિધ મુદાઓ પર નાણામંત્રાલય દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે સેકશન ૮૦-સી મુજબ નિવેષ પર ટેકસની છુટ દોઢ લાખ રૂપિયાની જે સીમા નિર્ધારિત કરવામાં આવી છે તેની સમીક્ષા થવી જોઈએ. જેનો બદલાવ ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૪માં કરવામાં આવ્યો હતો. નવી પેન્શન સ્કીમમાં નિવેષની વધુ રેખા પર ટેકસ રાહત આપવામાં આવી છે તેમાં દોઢ લાખથી વધુ બે લાખ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી સરકાર સેકશન ૮૦-સી મુજબ દોઢ લાખથી વધારી આવક મર્યાદા બે લાખ કરવાનો નિર્ણય લીધો છે અને નવી પેન્શન સ્કીમમાં સીમા ૫૦ હજારથી વધારી એક લાખ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જયારે આ ઈન્ટ્રીમ બજેટમાં એકઝમશન લીમીટમાં પણ વધારો કરવાનો સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું છે જેને લઈ કરદાતાઓને ઘણો ખરો ફાયદો પણ થશે પરંતુ આ લોકઉપયોગી નિર્ણયથી સરકારને ઘણી નુકસાની પણ થશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.