રાજકોટમાં કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતા આશરે પાંચ વર્ષ કરતા વધુ સમયથી પોતાને ડોકટર તરીકે ઓળખાવી દર્દીઓની સારવાર કરતો અને સારવાર માટે હોસ્પિટલ ચલાવતો બનાવટી તબીબ શ્યામ રાજાણીની જામીન અરજી રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ બી.બી. જાદવ રદ કરી છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે રાજકોટમાં કો2ોનાના દર્દીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયેલ હોવાથી દર્દીઓની સા2વા2 અને દવા માટે અનેક તત્વો પોતાની અનૈતિક પ્રવૃતિઓ આચરી દર્દીઓ પાસેથી અનેકગણા પૈસા પડાવતા હોવાના ડઝનેક કિસ્સાઓ બહા2 આવેલ છે જેમા રેમડેસિવિર ઈન્જેકશનના બ્લેકમાર્કેટિંગ તથા હોસ્પિટલમાં બેડ અપાવી દેવાના હજારો રૂપિયા વસુલાવતા હોવાના કિસ્સાઓ બહાર આવેલ છે. આ દરમ્યાન શ્યામ રાજાણી નામનો ઈસમ પોતે ડોકટ2 તરીકે કોવિડ હોસ્પિટલ ચલાવતો હોવાનું જણાતા આ અંગે પોલીસે તપાસ હાથ ધરેલ, જેમાં પોલીસ ચોપડે આ શ્યામ રાજાણી 2-વર્ષ અગાઉ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વિના કુવાડવા રોડ ઉ52 મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ચલાવતા પકડાયો હતો, જે અંગે તેની ધરપકડ કરવામાં આવેલ હતી. તેમાં ગુજરાત હાઈકોર્ટે કડક શરતોએ આ શ્યામ રાજાણીને જામીન મુકત કરેલ હતો, પરંતુ તેના દોઢ જ વર્ષમાંજ આ શ્યામ રાજાણીએ ફરીથી હોસ્પિટલ (કોવિડ)શરૂ કરી કોરાનાના દર્દીઓની સા2વા2 આપવાનું વિના કોઈ ડિગ્રીએ શરૂ કરેલ હતું. આ પ્રકારે બેત્રણ વર્ષના ગાળામા એક જ પ્રકારના ગુના આચરી અનેક દર્દીઓની જિંદગી સાથે ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે શ્યામ રાજાણીની ગેરકાયદે હોસ્પિટલે રેઈડ કરતા શ્યામ રાજાણી ભાગી ગયેલ હતો અને આ ગુનામાં આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટમાં રજુ કરી હતી.
જામીન અ2જીની સુનવણી દરમ્યાન સરકાર વતી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ 2જુઆત ક2તા કોર્ટને જણાવેલ હતું કે, કો2ોના મહામા2ીના આ કપરા કાળમાં જયા2ે દર્દીઓ દવા તથા ઈન્જેકશન અને બેડ માટે મ2ણીયા થઈને પોતાના જીવ બચાવવા પ્રયાસો કરી રહેલ છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ અનૈતિકતાની ચ2મસીમા વટાવી આરોપી શ્યામ રાજાણીએ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વિના કોવિડ હોસ્પિટલ શરૂ ક2ી આવા દર્દીઓની દારૂણ પરિસ્થિતિનો નાણાકીય ગેરલાભ લેવામાં આરોપી શ્યામ રાજાણીએ કાયદો, વ્યવસ્થા, કોર્ટ તથા પોલીસ ડિપાર્ટમેન્ટના સમગ્ર અસ્તિત્વને ચુનોતી આપેલ છે.
આવી માનસિકતા ધરાવતા આ આરોપીને જામીન આપવાથી આ મહામારીના કપ2ાકાળમાં બીજા ઈસમોને પણ પરિસ્થિતિનો લાભ લેવાની પ્રેરણા મળે તેવા સંજોગો ઉત્પન્ન થાય તેમ છે. વધુમાં શ્યામ રાજાણી સામે તબીબી ડિગ્રી વિના હોસ્પિટલ ચલાવવાનો ગુન્હો જયા2ે 2વર્ષ અગાઉ જ નોંધાયેલ હોય ત્યારે આ સમાન પ્રકારનો ગુન્હો ફરીથી આચરવાની આ આરોપીએ ધૃષ્ટતા દર્શાવેલ છે. આ તમામ સંજોગોમા આરોપી શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી નામંજૂર ક2વાની 2જુઆતના અંતે અધિક સેશન્સ જજ બી.બી. જાદવે શ્યામ રાજાણીની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર ત2ફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા રોકાયેલ હતા.