હેલ્મેટના કાયદાના ભંગ બદલ લાખો રૂપિયા ખંખેરવાની પેરવીનો ઉગ્ર વિરોધ કરતી હેલ્મેટ વિરોધી લડત સમિતિ અબતકની મુલાકાતે
શહેરમાં બેફામ રીતે હેલ્મેટ ન પહેરવા બદલ નાગરીકોને જે ઇ-મેમાઓ આપવામાં આવી રહ્યા છે. તેનો વિરોધ કરવા શહેરના અલગ અલગ સંગઠનો અને આગેવાનોની એક લડત સમીતી નાગરીકોના હિતાર્થે લડશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
હેલ્મેટના કાયદાના ભંગ બદલ લાખો રૂપિયા રાજકોટના નાગરીકોના ખંખેરી લેવાની સરકારની જે પેરવી છે તેનો રાજકોટના નાગરીકો વતિ લડત સમીતી ઉગ્ર વિરોધ કરે છે .
‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું કે શહેરની અંદર હેલ્મેટને ફરજીયાત કરવાનો જે કાયદો છે તે સંપૂર્ણ રીતે આંતકીક અને અન્યાયી છે.
સીટીની અંદર સ્પીડ લીમીટ વધારેમાં વધારે ૨૫ થી ૩૦ ની પર કી.મી. હોય છે. તેમાં ગંભીર અકસ્માત થવાની શકયતાઓ નહીંવત છે. ત્યારે નાગરીકોને ફરજીયાત હેલ્મેટ પહેરવા માટે આગ્રહ રાખવો તે સંપૂર્ણ રીતે અન્યાયી અને નાગરીકોને પરેશાન કરનાર કાયદો છે. જે સીટી એરીયામાં ફરજીયાત ન હોવો જોઇએ.
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના હજારો નાગરીકો ફરજીયાત હેલ્થમેટના કાયદાથી ચિંતિત અને ભયભીત છે.
સામાન્ય નાગરીકોના ઘરનું બજેટ ખોરવનાર ફરજીયાત હેલ્મેટ કાયદો છે તે કાળા કાયદાસમાન છે.
ફરજીયાત હેલ્મેટના કાયદાથી છેલ્લા એક મહિનામાં અમુક પરિવારને ચાર-ચાર મેમા આવ્યા છે. જેના કારણે મઘ્યમ વર્ગીય પરિવારોનું આર્થિક બજેટ પણ ખોરવાઇ ગયું છે અને નોકરી ધંધે જતા સામાન્ય નાગરીકને હેલ્મેટ સાચવવાની કળાકુટ પણ નાગરીકોને અકળાવનારી હોય છે. ત્યારે સીટી એરિયામાં ફરજીયાત હેલ્મેટનો કાયદો સરકારે રદ કરવો જોઇએ. જેના બદલે લોકોને હેલ્મેટ પહેરવા બદલ અવેરનેશના કાયક્રમ કરવા જોઇએ.
અંતમાં અગ્રણીઓએ રાજકોટના સામાજીક આગેવાનો અને જાગૃત નાગરીકોને પણ આ લડતમાં જોડાઇને રાજકોટના નાગરીકોને ભોગવવી પડતી માનસીક યાતનામાંથી મુકિત અપાવીને સાચા અર્થમાં સમાજ સેવા કરવાની ઉમદા તક સાંપડી છે. તે જાગૃત નાગરીકો અને સામાજીક આગેવાનો લડત સમીતીમાં જોડાવવા માટે આહવાન કરે છે.