‘પોસ્કો’ કાયદામાં સુધારો સહિતનો વિધિયક રાજયસભામાં રજુ કરાયો
દેશમાં પ્રર્વતમાન બાળ અત્યાચાર વિરોધી કાયદો ‘પોસ્કો’માં સજાની જોગવાઇમાં મૃત્યદંડે સુધીની સજાની જોગવાઇ સાથેનો સુધારો કરી દેશમા બાળકો પર થતાં અત્યાચાર જાતીય શોષણ ના ગુનાહો અટકાવવા માટે પોસકો ના સુધારા વિધિયકને મંગળવારે રાજયસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મહીલા અને બાળકલ્યાણમંત્રી સ્મૃતિ ઇરાનીએ બાળકોને જાતીય અત્યાચારથી બચાવવા માટે જાતીય અત્યાચાર નિષેધ ખરડો-૨૦૧૯ માં સુધારા સાથે સજાની જોગવાઇમાં મૃત્યુ દંડ સુધીની સજાની કવાયત હાથ ધરી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે આપણા બાળકો પર જે તત્વો બળાત્કાર ગુજારે છે. અને ખાસ કરીને સામુહિક બળાત્કારથી નિર્દોષ બાળકના મૃત્યુના કિસ્સાઓને નિયંત્રણમાં રાખવા માટે બાળ અત્યાચાર વિરોધી ધારામાં સુધારો કરીને ગુન્હેગારો પર આકરી સજાની જોગવાઇની કવાયત હાથ ધરવામા આવી છે. આ સુધારામાં ચાઇલ્ડ પોનોગ્રાફીઓના અપરાધીઓને દંડ અને આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રી સ્મૃતિ ઇરાનીને જણાવ્યું હતું કે દેશમાં પ્રર્વતમાન બાળ અત્યાચાર વિરોધી કાયદામાં બાળકોને અપરાધીઓ સામે વધુ સુરક્ષિત કરવાની જરુર છે. સરકારને ઘ્યાનમાં આવ્યું છે. કે, ટેકનોલોજીના દુરુપયોગથી બાળકો સંબંધી આચરવામાં આવતા ગુનાહોને અટકાવવા માટે કાયદામાં સુધારાઓ આવશ્યકતા લાગતા બાળ અત્યાચાર વિરોધી કાયદામાં ચાઇલ્ડ પોનોગ્રાફીને નિશ્ચિતપણે વ્યાખ્યાપિત કરવાની જરુરયાત ઉભી થઇ છે. આજે અમે પોસકો ના સુધારા સાથે ચાઇલ્ડ પોનોગ્રાફીની વ્યાખ્યા વધુ વિસ્તૃત કરવા જઇ રહ્યા છીએ. ચાઇલ્ડ પોનોગ્રાફી એટલે માત્ર વિડીયો જ નહી પરંતુ એવી તમામ પ્રવૃતિઓ કે જેમાં જાતીય ઉત્તેજના અને બિભત્સ પ્રવૃતિઓમાં કયાંય પણ નાના બાળક કે તરુણની તસ્વીરોનો ઉપયોગ કરવામાં આવતો હોય કે વિડીયો કે ડિઝીટલ ફોટોગ્રાફમાં બાળકની તસ્વીરોનો દ્વિઅર્થી રીતે વિકૃત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને પણ ચાઇલ્ડ પોનોગ્રાફી ગણવામા આવશે.
મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે નવા ખરડામાં કલમ-૧૫ ની જોગવાઇમાં પોનાગ્રાફીકસ સાહિત્યનું સંગ્રહ કરનાર પ્રથમવાર પકડાય તો તેને પ હજાર રૂપિયાના દંડની જોગવાઇ દાખલ કરવામાં આવી છે.
રાજયસભામાં મંગળવારે પોસકો સુધારા વિધિયક રજુ કરવામાં આવ્યો છે. જેમાં બાળ અપરાધને અટકાવવા માટે પોસકો માં મૃત્યુ દંડ સુધીની જોગવાઇ સુચવવામાં આવી છે. દેશમાં નાના બાળકોને દુષ્કર્મ કે સામુહિક બળાત્કાર અને હત્યા સુધીના અસમ્ય સંગીન અપરાધમાં આકરી સજાની જોગવાઇ સુચવવામાં આવી છે. બાળ વિરોધી અત્યાચારમાં ગુન્હેગારોને આકરામાં આકરી સજા માટે મૃત્યુદંડની હિમાયત કરવામાં આવી છે.