જીએસટી અંગે અપાશે માર્ગદર્શન: મુખ્યમંત્રી રૂપાણીનું કરાશે સન્માન
ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભા આવતીકાલે તા.૨૯ને શનિવારે બેંન્કવેટ હોલ, નિરાલી રીસોર્ટ, વીવીપી એન્જી. કોલેજની સામેનો રોડ, મોટલ ધ વીલેજની બાજુમાં સાંજે ૪ થી ૯ દરમિયાન મળશે.આ કાર્યક્રમની વિગતો આપવા ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનના સેક્રેટરી કીરીટ બુધ્ધદેવ તેમજ પ્રમુખ નરેન્દ્ર સોમાણી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે કેટરીંગના વ્યવસાય ઉપર નાખવામાં આવેલો ૧૮ ટકા જીએસટી મામલે સરકારને રજૂઆત કરવા માટે તૈયારી કરાઈ છે. જેના અંતર્ગત આવતીકાલે કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલાને માહિતગાર કરાશે.આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું સન્માન ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશન દ્વારા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં કેટરીંગ એસોસીએશનની સ્થાપના ૧૯૯૨માં થઈ હતી. ત્યારબાદ તેનું વિસ્તરણ થઈ ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશન બન્યુ જે હવે પુરા દેશમાં અને વિશ્ર્વમાં પથરાઈ ગયું છે. હાલ એસોસીએશનના ૫ હજાર સભ્યો છે. હવે અમે ખાસ કાઠીયાવાડી ભોજન ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. ગર્વમેન્ટ દ્વારા હવે કેટરીંગ કોર્ષની યુનિવર્સિટી સ્થપાય અને આ ક્ષેત્રના કામદારોના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવી માંગ અમે સરકાર સમક્ષ મુકવાના છીએ.