વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૧ મેના લોર્ડ્સમાં રમાવનારી એકમાત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ માટે સપૂર્ણ આઈસીસી ‘World XI’ની જાહેરાત કરી દેવામાં આવી છે. આઈસીસીએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વ્રારા આ બાબતની જાણકારી આપી હતી. આ ટીમના ૯ ખેલાડીઓના નામનું એલાન પહેલાથી જ કરવામાં આવી ચુક્યું હતું. ત્યાર બાદ હવે તેમાં ન્યૂઝીલેન્ડના લ્યુક રોંચી અને મિચેલ મેક્લેઘનને સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમની કેપ્ટનશીપ ઇંગ્લેન્ડના લિમિટેડ ઓવર ટીમના કેપ્ટન ઈયોન મોર્ગન કરશે.
આ મેચનું આયોજનનો અરજ એંગુઈલાના રોલેન્ડ વેબસ્ટર પાર્ક, એન્ટિગુઆના સર વિવીયન રિચાર્ડ્સ સ્ટેડિયમ અને ડોમિનિકાના વિન્સન્ડર પાર્ક સ્ટેડિયમના પુનર્નિર્માણ માટે ભંડોળ ભેગું કરવાનું છે. આ બધા સ્ટેડીયમ ઈરમા અને મારિયા તોફાનોમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. વર્લ્ડ ઈલેવન સામે રમાવનારી મેચ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની આગેવાની કાર્લોસ બ્રેઈથવેઇટને છોપવામાં આવી છે. વિસ્ફોટક બેટ્સમેન ક્રીસ ગેલ, માર્લોન સેમ્યુઅલ્સ, સેમુઅલ બદ્રી અને આન્દ્રે રસેલ પણ ટીમના ભાગ હશે.
આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમ આ પ્રકારે છે :
ઇયોન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ)
દિનેશ કાર્તિક (ભારત)
હાર્દિક પંડ્યા (ભારત)
થીસારા પેરેરા (શ્રીલંકા)
રાશિદ ખાન (અફઘાનિસ્તાન)
મિચેલ મેક્લેઘન (ન્યૂઝીલેન્ડ)
લ્યુક રોંચી (ન્યૂઝીલેન્ડ)
શાહિદ આફ્રીદી (પાકિસ્તાન)
શોએબ મલિક (પાકિસ્તાન)
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)
તામીમ ઇકબાલ (બાંગ્લાદેશ)
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝે ટોપ ઈલેવન સામે રમાવનારી ચેરિટી ટી-૨૦ મેચ માટે વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલને લગભગ દોઢ વર્ષ બાદ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કાર્ય છે. આ મેચ દ્વ્રારા ડોપિંગ ઉલ્લંઘનના કારણે લાગેલા પ્રતિબંધ બાદ જમૈકાના નિવાસી આન્દ્રે રસેલની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ પ્રારૂપમાં વાપસી થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com