ફેબ્રુઆરીમાં બે જિલ્લા, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 1423 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી કુલ 76 વિધાનસભા વિસ્તારોમાં લડાવાની છે.ત્યારે આ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અને ફેબ્રુઆરીની 4 તારીખે મતદાન કરવામા આવશે અને 6 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી છે. હાલમાં 46 પર કોંગ્રસ જ્યારે 30 પર ભાજપનો કબજો છે. આથી આ ચૂંટણી જીતવા માટે બન્ને પક્ષે ખરાખરીનો ખેલ થવાનો છે. ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતોની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર છે.
હાલ આ બન્ને જિલ્લા પંચાયતો પર ભાજપનો કબજો છે. જોકે, ખેડા જિલ્લાની 6 અને બનાસકાંઠ જિલ્લાની 9 એમ કુલ મળીને 15 વિધાનસભા બેઠકો પૈકી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 બેઠકો પર કોંગ્રેસે કબજો કર્યો છે, પરંતુ કોંગ્રેસના સમર્થનથી મેવાણીએ જીતેલી વડગામની બેઠક પણ ગણીએ તો 9 થાય છે. જ્યારે ભાજપ 6 બેઠકો હાંસલ કરી શક્યું હતું. ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે આ તમામ બેઠકો પર શું 2017ના પરિણામની સીધી અસર થશે કે નહીં