જેઈઈ મેન્સ 2023 માટેની અરજીઓ 12 જાન્યુઆરી 2023 સુધી સ્વીકારાશે
ભારત શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ સતત સારુ પ્રદર્શન કરવા માટે મહેનત પણ કરતા હોય છે ત્યારે જેઈઈ અને નીટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દિનરાત જોયા વગર મહેનત કરતા નજરે પડે છે. એનટીએ દ્વારા તેમની પરીક્ષા અંગે નું પરીક્ષા પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે આ પૂર્વે વેબસાઈટ ઉપર અનેક ફેક તારીખો પણ જાહેર થાય હતી જેનાથી દૂર રહેવા વિદ્યાર્થીઓને તાકીદ પણ કરવામાં આવ્યા હતા.
સમગ્ર દેશભરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રાસ એક્ઝામિનેશન મેઈનનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જેઈઈ લેનાર સંસ્થા નેશનલ ટેસ્ટિગ એજન્સીએ જણાવ્યું કે 2023ની જેઈઈ મેઈન બે તબક્કામાં યોજાશે પહેલા તબક્કામાં 24 થી 31 જાન્યુઆરીમાં પ્રવેશ પરીક્ષા યોજાશે. જેઈઈ, નીટ, સીયૂઈટી 2023, પરીક્ષાઓને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ વર્ષ 2023-24 માટે પોતાના વાર્ષિક પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યા છે.
જેમાં એજન્સીએ જેઈઈ, નીટ, સીયૂઈટી 2023 સહિત અલગ અલગ પરીક્ષાની ડેટ્સ જાહેર કરી છે. ત્યારે આવા સમયે જો આપ પણ આ પરીક્ષાઓમાં સામેલ થવા જઈ રહ્યા છો, તો એક્ઝામ ડેટ અહીં ચેક કરી લેશો. એનટીએ તરફથી જાહેર કરવામાં આવેલી પરીક્ષા કેલેન્ડર અનુસાર, જેઈઈ મેન 2023ના પ્રથમ સત્રનું આયોજન 24, 25, 27, 28, 29, 30, 31 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે.
તો વળી જેઈઈ મેન 2023ના બીજા સત્રનું આયોજન 06, 08, 10, 11, 12 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે.જેઈઈ મેઈન ટોટલ 13 ભાષામાં યોજાશે જેમાં અંગ્રેજી, હિંદી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલાયમ, મરાઠી, ઓડિસા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ સામેલ છે. જેઈઇ 2023 માટેની અરજીઓ 15 ડિસેમ્બર 2022થી 12 જાન્યુઆરી 2023 સુધી સ્વીકારવામાં આવશે.