Abtak Media Google News

આવતીકાલે ચૂૂંટણી જાહેર નહીં કરાય: હવે શુક્ર કે શનિવારે એલાનની સંભાવના

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બીજી નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવે તેવી સંભાવના જણાતી હતી. દરમિયાન મોરબી દુર્ધટના બાદ હવે ચુંટણીની તારીખોનું એલાન બે થી ત્રણ દિવસ પાછુ ઠેલાઇ તેવી શકયતા પણ નકારી શકાતી નથી. આગામી શુક્રવાર અથવા શનિવારના રોજ ચૂંટણીની તારીખોનું એલાન કરાય તેવી સંભાવના  દેખાય રહી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત 14મી ઓકટોબરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુઁટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. હિમાચલની મત ગણતરી આગામી 8મી ડિસેમ્મરના રોજ યોજાવાની છે તેની સાથે જ ગુજરાત વિધાનસભાની ચુંટણીની મત ગણતરી યોજાશે તેવા સંકેતો કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આપી દેવામાં આવ્યા હતા. ગુજરાત વિૂધાનસભાની 182 બેઠકો માટે બે તબકકામાં મતદાન યોજાશે. તેવું માનવામાં આવી રહ્યું છે. દિવસોની ગણતરી કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા 1 અથવા ર નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર કરવામાં આવે તેવું માનવામાં આવતું હતું. પરંતુ ગત રવિવારે મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 1પ0 થી વધુ વ્યકિતઓના કરૂણ મોત નિપજયા છે.

રાજયનું સમગ્ર વહીવટી તંત્ર હાલ મોરબી દુર્ધટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું છે આવામાં જો ચૂંટણીનું એલાન કરી દેવામાં આવે તો કામગીરી પર અસર પડે તેવી સંભાવના રહેલી છે. જેને ઘ્યાનમાં રાખી ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન બે થી ત્રણ દિવસ પાછી ઠેલવવામાં આવી શકે છે.વર્ષ 2017માં પણ બનાસકાંઠામાં પૂર પ્રકોપ ની સ્થિતિમાં રાજય સરકારની વિનંતીના આધારે ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન મોડુ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ ચૂંટણીની તારીખોનું એલાન બે થી ત્રણ દિવસ મોડું કરાય તેવી સંભાવના નકારી શકાતી નથી.

  • આણંદ- મહેસાણા જિલ્લામાં બિન મુસ્લિમો શરણાર્થીઓને નાગરિકતા અપાશે

  • યુનિફોર્મ સિવિલ કોડ પછી રાજય સરકારનો બીજો મોટો નિર્ણય

વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજયના ગૃહ વિભાગે વધુ એક મોટો નિર્ણય લઇ આણંદ અને મહેસાણા જિલ્લાના મુસ્લીમ નાગરીકોને નાગરીકત્વ આપવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં જ રાજય સરકારે યુનિ ફોર્મ સિવીલ કોડનો નિર્ણય લઇ સૌને ચોકાવી દીધા હતા. એ પછી હવે ઉ5રોકત પ્રમાણે નિર્ણય લઇ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા બિન ભારતીયોને નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો છે.આણંદ જિલા અને મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી આવીને વસેલા અફધાનિસ્તાન, પાકિસ્તાન ઉપરાંત પારસી, જૈન, બોઘ્ધ, શિખ સહિતના બિન મુસ્લીમોને પણ નાગરીકતા આપવાની સત્તા જીલ્લા વહીવટકર્તાને આપવામાં આવી છે.

રાજય સરકાર ચૂંંટણી પહેલા એક પછી એક મહત્વના અને મોટા નિર્ણય લઇ રહી છે, તાજેતરમાં જ ગુજરાતમાં યુનિ ફોર્મ સિવીલ કોડનો બનાવવા નિર્ણય લીધો હતો. આ અંગે એક સમિતિ રચી અહેવાલ તૈયાર કરવા પણ ગૃહ વિભાગે જાહેર કર્યુ હતું.ભાજપ સરકાર મુસ્લીમો પ્રત્યે પણ સહાનુભૂતિ ધરાવે છે તે આ એક પછી એક લેવાયેલા નિર્ણયો પછી તારણ નીકળ્યું છે.

અલબત, માત્ર મુસ્લીમો જ નહીં પરંતુ શિખ, જૈન, બૌઘ્ધિસી અને પારસીઓને પણ નાગરિકત્વ આપવાનો નિર્ણય પણ લેવાયો છે. આ અંગે આણંદ અને મહેસાણા જિલ્લાના કલેકટર આગામી ટુંક સમયમાં ગૃહ વિભાગના આદેશના પગલે નાગરિકત્વ આપવા તજવીજ હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.