ત્રંબા ખાતે ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણીઘાટમાં અમાસનો એક દિવસનો ભવ્ય ગ્રામ્ય લોકમેળો સંપન્ન
આજે રાજકોટ તાલુકાના ત્રંબા ગામ ખાતે પ્રાચીન ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અને ત્રિવેણીઘાટના પટાંગણમાં અમાસના પવિત્ર દિવસે યોજાયેલ ભવ્ય ગ્રામ્ય લોકમેળાનું અધ્યક્ષ સ્થાનેથીસ્થાનેથી ઉદ્ઘાટન કરતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને પ્રદેશ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વરની જેમ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને ત્રિવેણીઘાટનો બેનમૂન તથા બેજોડ વિકાસ કરાશે.
આ પવિત્ર જગ્યાના વિકાસની અનેકવિધ તકો છે જેને ધ્યાનમાં લઈને મારા પવિત્રધામ વિકાસ બોર્ડના કાર્યકાળ દરમ્યાન ગત વર્ષ રૂ ૪.૫૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં મંદિરના ત્રિવેણીઘાટ ત્રિવેણી નદીમાં સ્નાન કરવા આવતા બહેનોને પરિધાન માટે ચેન્જ રૂમ, બાથરુમ રસોડું તથા ટોઇલેટના કામો પ્રગતિમાં છે. આ યાત્રાધામ સૌરાષ્ટ્રનું પ્રથમ પંક્તિનું યાત્રાધામ બને તેવી અમારી નેમ છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં આપણા દેશની લોકશાહી મોટી છે. આ લોકશાહીને મજબૂત બનાવવામાં આપણી સંસ્કૃતિ, સહિષ્ણુતા અને સર્વ ધર્મ સમભાવએ અગત્યના પરિબળ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પ્રજા કલ્યાણ અને વિકાસના અનેકવિધ કાર્યો જુદાજુદા ક્ષેત્રોમાં હાથ ધરાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રાધામ એક રમણીય નજરાણું અને ઘરેણું બને તે માટે આપણે સહિયારા પુરુર્ષા કરીએ અને વિકાસ માટે વધુ રકમની જરૂર હશે તો અમે લાવશું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અમાસના દિવસે પરંપરાથી લોકમેળો યોજાય છે. કિમવદંતી મુજબ આ ત્રંબકેશ્વર મહાદેવના શિવલીંગની સ્થપના પાંડવોએ તેના વનવાસ દરમ્યાન કરી હોવાનું કહેવાય છે.
છેલ્લા ૨૫ વર્ષથી ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા લોકમેળો યોજવામાં આવે છે આજે મેળામાં આવતા લોકો માટે પ્રસાદની વ્યવસ કરેલ છે તેમજ ઋષિ પાંચમના દિવસે પિતૃતર્પણ માટે બહેનો મોટી સંખ્યામાં આવે છે અને ત્રિવેણી ઘાટમાં સ્નાન કરે છે તે દિવસે પણ યોજાતા લોકમેળામાં આવતા લોકો માટે ફરાળ તથા પ્રસાદની વ્યવસ કરવામાં આવે છે
અતિથીવિશેષ પદેથી ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ તેમની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે ગામી ઘાટ સુધી સીસી રોડ બનાવવા માટે જાહેરાત કરી હતી. અતિથી વિશેષ પદેથી ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિને જીવંત રાખવામાં લોકોત્સવ તથા લોકમેળાનો મોટો ફાળો છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજુભાઈ ધ્રુવના પ્રયત્નોથી આ જગ્યાનું ૪.૫૨ કરોડના ખર્ચે વિકાસ અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા ભાજપ પ્રમુખ લોકમેળાના આયોજનને બિરદાવી રાજુભાઇ ધ્રુવના આ યાત્રા ર્તીથના વિકાસના સક્રિય પ્રયાસોની સરાહના કરી હતી. આ પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ શેખલીયા, આર્કિટેક ઈજનેર મીરાબેન ચતવાણી, અગ્રણીઓ મનહરભાઈ બાબરીયા, મહંત, તેજસ ગોરસીયા, મનુભાઇ ત્રાપસીયા, ચેતનભાઇ ઠુમ્મર, સરપંચ રતિભાઇ ત્રાપસીયા, જીવરાજભાઈ ત્રાપસીયા, સંજયભાઈ ત્રાપસીયા તાલુકાના આગેવાન અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મેળો માણવા ઉમટી પડયા હતા.