નવરાત્રીમાં ભણતરની સાથોસાથ બાળકોને ભકિતભીના ગરબાના દર્શન કરાવાયા
નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે રાજકોટની ધોળકીયા સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ ઉતમ સંસ્કાર અને કુશળ નેતૃત્વના ગુણો વિકસાવવા સાથે સાથે ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મા નવદુર્ગાના પ્રાચીન રાસ ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષ્ઠ આયોજન કરી વિદ્યાર્થીકાળથી જ દેશપ્રેમ, દેશ-દાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાનું બીજ રોપણ કરવાની ઉમદા હેતુ સાથે છેલ્લા ૬ વર્ષથી બાળ માનસને ધર્મ ભારતની પરંપરાગત સંસ્કૃતિ તરફ અભિમુખ કરાઈ ર્હયા છે.ધોળકીયા સ્કુલના જીતુભાઈ ધોળકીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, પંચાયત ભાર ચોક જી.કે. ધોળકીયા સ્કુલના પટાંગણમાં છેલ્લા ૬ વર્ષથી પ્રાચીન રાસગરબા પરંપરાગત રીતે રજૂ કરવામાં આવે છે. દાંડીયા, કરતાલ, બેડા, દિપડા, ટીપ્પણી, ખંજરી, મંજીરા, માંડવી, તલવાર, ત્રિશુલ અને ૫૫થી વધુ પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે.આજે પ્રથમ નોરતેજ બહોળી સંખ્યામાં લોકો ગરબી જોવા માટેઉમટયા હતા ત્યારે લોકોને જોઈ એવું લાગે છે કે અર્વાચીન યુગમાં પણ હજુ પ્રાચીન ગરબીનું મહત્વ ખૂબજ રહેલું છે.