ઘેડ પંથકોમાં વિદેશી બાવળોનું પ્રમાણ વધારે હોવાથી ટાયરવાળા બળદગાડા ચલાવવા વધુ અનુકુળ
કેશોદ તાલુકામાં પ્રાચીન બળદગાડા હજુ પણ જોવા મળે છે. આધુનિક યુગમાં પણ ઘેડ પંથકમાં વધુ પડતા જુનવાણી દેશી બળદગાડા આજે પણ જોવા મળે છે.
તમામ ખેત ઓજારોમાં આધુનિક જમાના સાથે બદલાવ જોવા મળીરહ્યો છે. ત્યારે જુનવાણી ખેત ઉપયોગી સાધનો લુપ્ત થતા જાય છે. વર્ષો પહેલા કુવામાંથી પાણી ખેંચવા માટે કોસનોઉપયોગ કરવામાં આવતો તે આજે મોટાભાગે નામશેષ થયો છે. ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મલે છે.અને જે જોવા મળે છે. તે ઉપયોગમાં લેવાલાયક નથી એવી જ રીતે અનાજ દવાના ઘંટડા સાંબેલા છાસ વલોવવાના દેશી વલોણા છાસની દેશી ગોરી ત્રાંબા પીતળના વાસણો ઘીરેઘીરે લુપ્ત થતા જાય ભવિષ્યની પેટીને માત્ર ફોટાઓમા જ જોવા મળશે તેમ આજના આધુનિક જમાના સાથેબળદ ગામડાઓમાં પણ આધુનિક ગાડાઓ આવતા જુનવાણી ગાડાઓ પણ ઓછા જોવા મળી રહ્યા છે.
જુનવાણી ગાડાઓઆજે પણ ઘેડ પંથકમાં મોટાભાગે જોવા મળે છે. કારણ કે ઘેડ પંથકમાં ચોમાસાના વરસાદથી પાણી લાંબો સમય ભરેલા રહેતાહોય તેથી રોડ રસ્તાઓ ધોવાઈ જતા હોય તેમાં આધુનિક ટાયર વાળા ગાડાઓખરાબ રસ્તામાં પસાર કરવા મુશ્કેલ બનતા હોય અને ઘેડ પંથકોમાં વિદેશી બાવળોનું પ્રમાણે વધારે હોવાથી ટાયરવાળા બળદ ગાડા ચલાવવા અનુકુળ ન હોવાના કારણે આજે પણ જૂનવાણી દેશી બળદ ગાડા જોવા મળે છે. જે પણ ધીમેધીમે લુપ્ત થતા જાય છે. તે પણ ભવિષ્યમાં આવનારી પેઢીઓમાટે એક સંભારણું બની રહેશે.