વડિયા પોલીશને અંઘારામા રાખી અમરેલી એલ.સી.બી એ વડિયાના અમરાપુર ગામે ચાલતુ જુગાર ઘામ પકડી પાડેલ….તો શુ અહી પ્રશ્ન એ થાયછે કે વડિયા પોલીસની મીઠી નજર હેથળ આ જુગાર ઘામ ચાલતુ હશે…?
આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી. સી.જે.ગોસ્વામીનાઓની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી.ટીમ વડીયા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ અમરાપુર ગામે રામજી મંદિર ચોક પાસે કેટલાક ઇસમો જાહેરમાં રૂપીયા તથા ગંજીપતાના પાનાં વડે હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં અમરાપુર ગામે રામજી મંદિર ચોક પાસે જાહેરમાં જુગાર રમતાં (૧) હરેશભાઇ કપુરચંદ દોશી, ઉં.વ.૭૦, રહે.અમરેલી, સિધ્ધી વિનાયક સોસાયટી (ર) ગભરૂભાઇ ગોરખભાઇ વાળા, ઉં.વ.૫૦, રહે.અમરાપુર, સ્વામિનારાયણ મંદિર પાસે (૩) પ્રતાપભાઇ મેરામભાઇ વાળા, ઉં.વ.૪૫, રહે.અમરાપુર, તા.વડીયા (૪) યુવરાજ ઉર્ફે ઇલો કાંધુભાઇ વાળા, ઉં.વ.૨૩, રહે.અમરાપુર, બેંકની બાજુમાં (પ) અનિલભાઇ જીલુભાઇ વાળા, ઉં.વ.૩૪, રહે.અમરાપુર, તા.વડીયા વાળાઓ તીન-પત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૨૫,૦૬૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ તથા મોટર સાઇકલ નંગ-૧, કિં.રૂ.૨૫,૦૦૦/- વિ. મળી કુલ રૂ.૫૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમોને વડીયા પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી.સી.જે.ગોસ્વામી, પો.સ.ઇ.શ્રી.એ.વી.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતબાપુ ગોસ્વામી, કે.સી.રેવર, મયુરભાઇ ગોહિલ, હિંગરાજસિંહ ગોહિલ, કિશનભાઇ હાડગરડા, સંજયભાઇ મકવાણા, ભગવાનભાઇ ભીલ, અજયસિંહ ગોહિલ, જીતેન્દ્રભાઇ બગડા, તુષારભાઇ પાંચાણી, મહેન્દ્રભાઇ ભુવા, મહેશભાઇ હિમાશીયા, રાઘવેન્દ્રભાઇ ધાધલ, અર્જુનભાઇ રોજીયા, અશોકભાઇ કલસરીયા, દીપકભાઇ વાળા, સંજયભાઇ મારૂ જયદેવસિંહ ઝાલા વિ.એ કરેલ છે