વિદ્યાર્થીઓને MBA-MCAમાં ધુંધળુ ભવિષ્ય લાગતા ૧૫,૧૦૦ બેઠકો ખાલી
એમબીએ તેમજ એમસીએ જેવા કોર્ષ સામાન્ય રીતે માધ્યમ વર્ગ માટે પડકારજનક હોય છે, એવામાં જ્યારે વિદ્યાર્થીઓ ખિસ્સા ન ખમે એવી ફી ચુકવીને અભ્યાસ કરતા હોય છે. અને જ્યારે નોકરીની શોધમાં નીકળે છે. ત્યારે તેમને યોગ્ય વળતર ન મળતા શિક્ષિત બેરોજગારીનું પ્રમા વધ્યું છે. માટે જ આવનારી પેઢીને પણ એમબીએ અને એમસીએ જેવા હાઇ કોર્પોરેટ ફિલ્ડમાં પોતાનું ભવિષ્ય ઝાંખુ દર્શાય છે.
ગુજરાત એડમીશન કમીશન ઓર પ્રોફેશનલ કોર્ષના રિપોર્ટ મુજબ એમબીએ અને એમસીએની ૧૫,૧૦૦ સિટો ખાલી છે. મંગળવારે આ બંને કોર્ષની ૧૯,૭૬૩ સીટો માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. એસીપીસીના અધિકારીએ જણાવ્યું કે ઓનલાઇન એપ્લાય કરતા ૪,૬૫૫ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.
જેના પીન નંબર પણ ૨૬મી જૂનથી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે વિવિધ કોલેજોમાં પૂરતી માત્રામાં સીટો ભરાઇ નથી. રાજ્યમાં એમબીએની ૮,૮૯૫ સીટો છે. ત્યારે ૧૦,૮૬૮ સીટો એમસીએ માટેની છે. જ્યારે એમ એડની ઓફલાઇન પ્રક્રિયાની વાત આવે ત્યારે તેમાં ૫૫૦ સીટો માટે ૮૮૩ અરજીઓ આવી હતી. ગતવર્ષે વધુ રજીસ્ટ્રેશન છતા ૯૦ સીટો ખાલી રહી હતી.