પેટાળમાં ૨૪૦ કિ.મી. ઉંડે અવાજના મોજાને પારીત કરી સંશોધકોએ હિરા શોધી કાઢયા
પૃથ્વીના પેટાળમાં અસંખ્ય અમૂલ્ય હિરા દટાયેલા હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું છે. અમેરિકાની ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સંશોધકોનો દાવો છે કે પૃથ્વીના પેટાળમાં એક હજાર ખરબ ટન હિરા દટાયા છે.
પૃથ્વીના પેટાળમાંથી હિરાનો જથ્થો શોધી કાઢવા સંશોધકોએ સીસમીક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. જેમાં અવાજના મોજાને ધરતીની અંદર સુધી પારીત કરી ભૂગર્ભમાં દટાયેલી વસ્તુઓ શોધવામા આવે છે. ભૂગર્ભમાં મોટા પહાડની જેમ ભૌગોલીક સ્થિતિ વચ્ચે આ હિરા હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.
પૃથ્વીના ઉંડાણમાં ધ્વનીના મોજા પારીત કરતા સમયે મોજાની ગતિ એકાએક વધઘટ થઈ હતી તે સમયે સંશોધકોને પેટાળમાં ખનીજ હોવાની શંકા જતા વધુ તપાસ કરવામા આવી હતી. જેમાં આ ખનીજ નહી પરંતુ હિરા હોવાનું માલુમ પડયું તુ આ હિરાનો જથ્થો અગાઉના અનુમાન કરતા ૧૦૦૦ ગણો વધુ હોવાનું પણ માનવામાં આવે છે.