વધુ દારૂ પીધા બાદ થયેલા મોતના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો: વીમા કંપનીઓની અકસ્માતના કિસ્સામાં જ વળતર આપવાની જવાબદારી
જો કોઈ શખ્સનું મોત દારૂ પીવાના કારણે થાય તો ઇન્સ્યોરન્સ ક્લેમ નહીં મળે. વડી અદાલતે સોમવારે એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, દારૂ પીવાથી મોતના કિસ્સામાં ઈન્સ્યુરન્સ ક્લેમ નહીં મળે.
કોર્ટે ઉમેર્યું હતું કે વીમા કંપનીની જવાબદારી કોઈ દુર્ઘટનામાં થયેલી ઇજા અથવા મોતના કિસ્સામાં વળતર આપવાની હોય છે માટે જે વ્યક્તિનો મોત વધુ દારૂ પીવાના કારણે થયું હોય તેમાં વીમાનું વળતર મળે નહીં. ન્યાયાધીશ એમ એમ શાંતનગૌદર અને ન્યાયમૂર્તિ વિનીત સરનની ખંડપીઠ દ્વારા ગ્રાહક વિવાદ નિવારણ આયોગના આદેશને માન્ય રખાયો હતો. અગાઉ ગ્રાહક વિવાદ નિવારણ આયોગે આદેશ આપ્યો હતો કે, મોત કોઈ અકસ્માતના કારણે થયું નથી. વીમા નીતિ હેઠળ આવા કેસમાં વળતર દેવાની કોઈ જોગવાઈ નથી.
અદાલતે નોંધ્યું હતું કે, આ કેસમાં તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આયોગનો ગત 24 એપ્રિલ 2009માં આપેલા ચૂકાદામાં હસ્તક્ષેપ કરવાની જરૂર જણાતી નથી.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ રાજ્ય વન નિગમમાં તૈનાત એક ચોકીદારનું મોત વર્ષ 1997માં વધુ દારૂ પીવાથી ગૂંગળાઈ જતા થયું હતું. તેની પત્ની નર્મદા દેવીએ આ કેસમાં વીમા કંપનીને વળતર આપવા સંબંધિત દાવો નાખ્યો હતો. આ કેસ ગ્રાહક અદાલત સુધી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દેશમાં વીમા વળતર આ મુદ્દે અનેક કેસ અદાલતો અથવા આયોગમાં ચાલી રહ્યા છે. અલગ અલગ કારણોસર અનેક લોકોના વળતરના કેસ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વડી અદાલતે આપેલા આ ચુકાદાથી કેટલા કેસ ને અસર થઇ શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ઝેરી દારૂના કારણે લોકોના મોતના સમાચાર વારંવાર સામે આવે છે. ભૂતકાળમાં યુપીના ચિત્રકૂટમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં ઝેરી દારૂના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ કેસમાં ઘણા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂની દુકાનદાર નકલી સ્ટીકરો મૂકી બોટલો ભરેલી ઝેરી દારૂ વેચતો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ પડતા પીવાના કારણે ગૂંગળામણથી મૃત્યુ પામેલ વ્યક્તિના કાનૂની વારસદારના વીમા દાવાને ફગાવી દીધો હતો. કાર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વીમા કંપનીની જવાબદારી અકસ્માતથી થયેલી ઇજા અથવા મોતના કિસ્સામાં વળતર ચૂકવવા માટે છે. ન્યાયાધીશ એમએમ શાંતાનાગૌદર અને ન્યાયાધીશ વિનીત સરનની ખંડપીઠે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના આદેશને સમર્થન આપ્યું હતું. જેમાં એવું સામે આવ્યું હતું કે મૃત્યુ અકસ્માતને કારણે નથી અને વીમા પોલિસી હેઠળ આવા કેસમાં વળતર ચૂકવવાની બંધારણીય જવાબદારી નથી.