આર.આર.સેલે દરોડો પાડી ઈનોવા, યુટીલીટી અને બાઈક મળી રૂ.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે: નામચીન બુટલેગર ફિરોઝ સંધીનો હોવાની આશંકા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામની સીમમાં વિદેશી દા‚ના કટીંગ વેળાએ રાજકોટ આર.આર.સેલના સ્ટાફે દરોડો પાડી વિદેશી દારૂનો આશરે ૮૮૫ પેટી જંગી જથ્થો મળી રૂ.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટના નામચીન બુટલેગર ફિરોઝ સંધીનો હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જના વડા સંદીપસિંહે દારૂ જુગારની બદી ડામવા આપેલી સુચનાને પગલે પીએસઆઈ એમ.પી.વાળા સહિતનો સ્ટાફ મોરબી જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા
ત્યારે વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામની સીમમાં વિદેશી દા‚નું કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસને ૮૮૫ પેટી દારૂ, યુટીલીટી, ઈનોવા કાર અને બાઈક મળી રૂ.૪૮ લાખનો આશરે મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડાની કામગીરી પીએસઆઈ એમ.પી.વાળા, કોન્સ. રામભાઈ મડ, સંદીપસિંહ રાઠોડ, શક્તિસિંહ, કુલદીપસિંહ ચુડાસમા અને રસીકભાઈ પટેલ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.