ટંકારાના વિરવાવ ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબીએ રેડ પડતા રૂપિયા ૧,૧૮,૮૦૦ ના દારૂ સાથે એક શખ્સ ઝડપાઇ ગયો હતો અને આ દારૂ રાજકોટના કુખ્યાત ફિરોઝ સંધી ઉર્ફે ફિરિયાએ આપ્યો હોય પોલીસે ફિરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર આર.ટી.વ્યાસને ટંકારા તાલુકાના વીરવાવ ગામે એક વાડીની ઓરડીમા વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા બાતમીને આધારે એલસીબી સ્ટાફે વીરવાવ ગામે જઈ ઓરડી ચેક કરતા ઓરડી માંથી રૂપીયા ૧,૧૮,૮૦૦ ના કિંમત ની જુદી જુદી બ્રાન્ડ ની ૩૬૯ નંગ વિદેશી દારૂની બોટલો સાથે આરોપી રવીરાજસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.૨૪ રહે.વીરવાવ તા.ટંકારા જી.મોરબી મળી આવ્યો હતો.
વધુમાં એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસે એક ની ધરપકડ કરી હતી જ્યારે બીજો આરોપી તેનો ભાગીદાર હોય એલસીબી પોલીસે ભાગીદાર ચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા રહે.વીરવાવ તા.ટંકારા જી.મોરબી વાળાની શોધખોળ હાથ ધરી છે.
દરમિયાન એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ક્યાથી આવ્યો અને કોને આપ્યો તેની સઘન પુછપરછ કરતા આ અંગ્રેજી દારૂનો જથ્થો આરોપીને રાજકોટ નો ફીરોજ સંધી આપી ગયા હોવાની કબુલાત આપતા એલસીબી પોલીસે રાજકોટના ફિરીયા સંધીને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.