એલિયન અને યુએફઓ પાછળના અભ્યાસમાં ૧૫૪ કરોડ ખર્ચતું અમેરિકા

પરગ્રહવાસીઓ એટલે કે એલીયન અંગેની થીયરી અમેરિકાની સરકારે સ્વીકારી લીધી છે. ઘણાં દાયકાઓથી અમેરિકાના લોકો માનતા હતા કે, અમેરિકામાં એરિયા-૫૧ જવું કંઇ નથી. અને આથી જ અમેરિકન સરકાર એલીયન અથવા યુએફઓમાં કોઇ રસ દાખવતી નથી. પરંતુ અઢળક વિવાદાસ્પદ શંકા આશંકાની વચ્ચે અંતે અમેરિકન સરકારે યુએફઓ અને એલિયનની થીયરી સ્વીકારી છે. અને આ સાથે અમેરિકન સરકારે જણાવ્યું હતું કે યુએફઓ અને એલીયન પાછળના અભ્યાસમાં તેમણે ૧૫૪ કરોડ ‚પિયાનો ખર્ચ કર્યો છે.

છેલ્લા ઘણાં સમયથીલોકોમાં એવી માનસીકતા પ્રવર્તેલી છે કે અમેરિકામાં એરીયા-૫૧ જેવું કંઇ છે. જ નહી અને સરકાર આ માટે જ યુએફઓ અને એલીયનના અભ્યાસમાં કોઇ રસ દાખવતી નથી પરંતુ હાલ જે સ્ટેટમેન્ટ મળ્યું છે. તે આ માનસિકતાની તદ્દન વિરુઘ્ધ છે. જેમાં અમેરિકન સરકારે ૫૧ થીયરીનો સ્વીકાર કર્યો છે.

જણાવી દઇએ કે એરિયા ૫૧ એ એક એવો વિસ્તાર છે જયાં એલીયન અને યુએફઓ વિશે સંશોધનો થાય છે. એલિયનનું જીવન, રીત-ભાત  અન સીફટે ટેકનોલોજી સહીતના મુદ્દાઓ પર રીસર્ચ થઇ રહ્યું છે. તો હવે આમા અમેરિકન સરકારે પણ ઝંપલાવ્યું છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે, અગાઉના સમયમાં જે જે સ્પેશફાફટ અને એલીયન પૃથ્વી સાથે થોડા ઘણા અંશે અથડાયા છે. તેને અમેરિકાએ આ એરીયા-પ૧ માં સંગ્રહીત કર્યા છે.

ઘણાં ખરા લોકો એવું પણ માનતા હોય છે કે એલીયન (પરગ્રહવાસીઓ) માત્ર કલ્પના છે. હકિકતમાં એવું કંઇ હોતું નથી. પરંતુ આ કલ્પનાને વાસ્તવિક કરતા ઘણાં ઉદાહરણો વૈજ્ઞાનિકોએ આપેલા છે. યુએફઓ વિશે જણાવી તો એ એ ક રકાબી આકારનું યંત્ર છે જેમાં

એલીયન રહેલા હોય છે. આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો ઘણા ખરા પીકચરોમાં બતાવાય છે કે આકાશમાંથી ગોળ રકાબી જેવું કોઇ યંત્ર આવે છે અને તેમાંથી એલીયન ઉતરે છે. જે યુએફઓ તરીકે ઓળખાય છે. આ માટે અમેરિકા સરકાર એડવાન્સ એવીએશન આઇડેન્ટી ફીકેશન પ્રોગ્રામ હેઠળ અભ્યાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.