નવી ઈમિગ્રેશન નીતિથી અમેરિકાની કોલેજો ભીંસમાં મૂકાઈ: અદાલતનાં દ્વાર ખખડાવ્યા
અમેરિકાની નવી ઈમિગ્રેશન નીતિની સામે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી ખાનગી રિસર્ચ યુનિવર્સિટી જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમણે આ ઈમિગ્રેશન નીતિની સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં નીતિ પરિવર્તનને લીધે શૈક્ષણીક ક્ષેબિદલાવ આવ્યો છે. ટ્રમ્પના વહીવટી તંત્ર પર દાવો કર્યો છે આ વિદ્યાર્થીઓને માંગ છે કે આ નીતિ અંતર્ગત તેમને ત્રણથી દસ વર્ષનાં યુએસ પ્રવેશના વિઝા આપવામાં આવે.
મહત્વનું છે કે યુએસ નાગરીકતા અને ઈમિગ્રેશન સર્વીસીઝ (યુએસસીઆઈએસ) દ્વારા ૯ ઓગષ્ટથી ફેરફારો સાથે ઈમિગ્રેશનનો કાયદો અમલમાં આવ્યો છે.જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના યુએસમાં અભ્યાસ દરમિયાન કોઈ કામ કરી શકશે નહી અને અભ્યાસ પૂરો થયા બાદ જો તેઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હશે અને તેમનાથી અમેરિકન સરકારને કોઈ ફાયદો થતો હશે તો જ તેમના વિઝા રીન્યુ કરવામાં આવશે જોકે ટ્રમ્પની આ નવી ઈમીગ્રેશન નીતિથી અમેરિકન એજયુકેશન ઈન્સ્ટીટયુટને ‘રેલો’ આવ્યો છે. આ અંગે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.
અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ત્રણ કે દસ વર્ષ બાદ અમેરિકામાં ફરી આવી શકશે ૧૮૦ દિવસની અંદર વિઝાપુરી થતા તેમણે યુએસ છોડવું પડશે અરજીમાં જણાવાયું છે કે નવી નીતિથી યુએસ શૈક્ષણીક સંસ્થાઓને નાણાકીય નુકશાન થશે. આ નવી નીતિ વિદ્યાર્થીઓનાં અભ્યાસમાં વિક્ષેપ પાડી શકે છે.ઉલ્લેખનીય છે કે ૧૮૦ દિવસથી વધુ યુએસમાં રોકાનાર વિદ્યાર્થી ગેરકાયદે ઠેરવાશે અને તેની રી એન્ટ્રી ત્રણ વર્ષ માટે રદ કરી દેવામાં આવશે એક વર્ષ કરતા વધુ સમયની યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યકિતને ૧૦ વર્ષ માટે પ્રતિબંધીત કરી દેવામાં આવશે.
મહત્વનું છે કે આ ઈમિગ્રેશન પોલીસી વિદ્યાર્થીઓની શૈક્ષણીક કારકીર્દીમાં અવરોધ ઉભો કરે છે. અને પરિણામે તેઓ યુએસમાં રહી શકતા નથી નવી સ્કુલમાં ૩૬૦૦ વિદ્યાર્થીઓ પાસે એફ.૧ વિઝા છે. અને જયારે ૯૦૦ વિદ્યાર્થીઓના એફ.૧ વિઝા પર છે. અને ૧૦૦ વિદ્યાર્થીઓ પાસે જે વિઝા છે. જે અંતર્ગત તેઓ પ્રેકટીકલ ટ્રેનીંગ લઈ શકે છે. આ નવી ઈમીગ્રેશન પોલીસીથી આ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ અટકી શકે તેમ છે.જેના કારણે વિદ્યાર્થીઓએ અદાલતના દ્વાર ખખડાવ્યાછે.