નિરંતર વિકાસ વગર વિશ્ર્વ શાંતિ શકય નથી તેમ વિશ્ર્વશાીંત સંસ્થા દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં ભારના એમ્બેસેડર ડો.સુધર જોશીએ જણાવ્યું હતું.
વડોદરા જિલ્લા આર્યુવેદ અધિકારી ડો. સુધીર જોશી 2019 થી ૠઙઅઊઈં ( ૠહજ્ઞબફહ ઙયફભય અમદજ્ઞભફભુ ઊળાજ્ઞૂયળિયક્ષિં ઈંક્ષશશિંફશિંદય ) સંસ્થામાં ભારતના એમ્બેસેડર તથા પેટ્રન સભ્ય તરીકે જોડાયેલ છે . આ સંસ્થા સમગ્ર વિશ્વમાં શાંતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રોજેકટો કરી રહી છે. તાજેતરમાં સંસ્થા દ્વારા બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (વેબિનાર) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો . સુધીર જોશીને વકતા તરીકે નિમંત્રણ મળ્યું હતું.
આ કોન્ફરન્સની મુખ્ય થીમ નિરંતર વિકાસ માટે વિશ્વ શાંતિના પ્રયાસો ગતિશીલ કરવા અંગે હતી.આ કોન્ફરન્સમાં હીઝ રોયલ હાઈનેસ ડો . શેહુ ચીંડો વાસુસા, ધ ઇમીર ઓફ કેફી, હર ઇપેરીયલ મેજેસ્ટ્રી , એપ્રેસ ઇલ્હાન મદાની , કેનેડા, ડો . સુધીર જોશી, ડો . મેરી બટલર એક્ઝિક્યુટિવ ડાયરેકટર, મિનિસ્ટર જેરૂસીયા મેકડોનાલ્ડ હીલ્ટોન , ફાઉન્ડર ગ્લોબલ યુનાઈટેડ વોઇસીઝ નેટવર્ક, ઞજઅ, હીઝ ઇપેરીયલ મેજેસ્ટ્રી,ઓલા એડીચેથી એનીટાન ઓગળ્યુસી, ધ ઉની ઓફ ઇફે, હીઝ રોયલ હાઈનેસ ડો.અબ્દુલાહી હસન, ધ ઇમીર ઓફ ઉકે, હર રોયલ મેજેસ્ટ્રી , પ્રિન્સેસ મોયીનોલવા ફલોવા,ધ રીજન્ટ ઓફ ઇબ્યુલ- સોરો વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કોન્ફરન્સમાં ડો. સુધીર જોશીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ગ્લોબલ પીસ એટલે કે વિશ્વશાંતિ એ મુદો યુનાઈટેડ નેશન દ્વારા આપવામાં આવ્યો છે. જે નિરંતર વિકાસના 17 ગોલ પૈકી 16 માં ગોલ સાથે સંબંધિત છે. એસડીજી- 16 મુજબ શાંતિપ્રિય અને સમાવિષ્ટ સમુદાયના વિકાસને પ્રોત્સાહિત કરવા તેમજ તમામ વ્યક્તિને ન્યાય મળી શકે તેમજ અસરકારક – પારદર્શક અને સમાવિષ્ટ તંત્ર બનાવવું જેથી દરેક લોકોના હિતની રક્ષા થાય . વિશ્વ શાંતિ વગર નિરંતર વિકાસ શક્ય નથી અને નિરંતર વિકાસ વગર વિશ્વ શાંતિ નથી.
ડો . સુધીર જોશી દ્વારા સમુદાયને ત્રણ ભાગમાં વિભકત કરી ત્રણ યુક્તિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સમુદાયના રક્ષણ માટે સમુચિત વ્યવસ્થા જેથી સર્વાગીણ વિકાસ થાય, રીન્યુ – સરકારી તથા ખાનગી તંત્રોનો સંપૂર્ણ વિકાસ કે જેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઈ સમૃદ્ધ બને અને નિરંતર વિકાસ કરી શકે અને ઇન્વોલ્વ – લોકોને જ્ઞાન , આવડત સંસાધન દ્વારા શક્તિશાળી બનાવવા જેથી તે પોતાની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી સુરક્ષિત ભવિષ્ય કરી શકે.
આ માટે આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવી, મહિલાઓ અને બાળકોની વિશેષ સુરક્ષા, સુરક્ષિત અને શાંત શહેરો બનાવવા,નબળા વર્ગોનું ઉત્થાન કરવું, ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવી પારદર્શિતા લાવવી, મુદ્દત અને ન્યાયી સરકારી તંત્રનો વિકાસ,જન્મ – લગ્ન – મરણ નોંધણી ફરજીયાત કરાવવી, જાતિમાં સમાનતા રાખવી તેમજ ગુનાહિત પ્રવૃતિઓથી દરેક રીતે સમાજની રક્ષા કરી સ્વસ્થ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું.
ડો . સુધીર જોશીએ આપેલ વકતવ્ય અને સૂચનોની આંતરરાષ્ટ્રીય કમીટીએ સરાહના કરી છે.ડો. સુધીર જોશીએ આ કોન્ફરન્સમાં વિશ્વ શાંતિના સુંદર સૂચનો તથા માર્ગદર્શન આપીને જિલ્લા પંચાયત વડોદરા , આયુષ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. ડો . સુધીર જોશી વિવિધ ક્ષેત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.