મેળો નહિ ભરાય પરંતુ ભકતો અને પદયાત્રીઓ દર્શન કરી શકશે: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે કરી જાહેરાત
બનાસકાંઠામાં આવેલા સુપ્રસિઘ્ધ અંબાજી મંદિરે દર વર્ષે ભાદરવી પુનમે ભવ્ય મેળો યોજાઇ છે અને લાખો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
સુપ્રસિઘ્ધ અંબાજી મંદિર આ વર્ષે ભારદવી પુનમના રોજ આખો દિવસ ખુલ્લુ રહેશે. જેથી ગામો ગામથી આવનાર સર્વે ભાવિકો અને પદયાત્રીઓ માં અંબાને શીશ ઝુકાવી શકશે. ભાદરવી પુનમે મંદિર ખુલ્લુ રાખવાની જાહેરાત આજરોજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઇ છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તમામ મેળાઓ મોકુફ રાખવાની ફરજ પડી છે ત્યારે આ વર્ષે પણ ભારદવી પુનમે ભરાતો અંબાજીનો મેળો રદ થયો છે. પરંતુ ભકતોની આસ્થા માટે આ વર્ષે મંદિર ખુલ્લુ રહેશે. માં અંબાના દર્શનાર્થે આવનાર તમામ ભાવિકો અને પદયાત્રીઓ માટેની વ્યવસ્થા મંદિર દ્વારા થઇ ચુકી છે. અંબાજી મંદિરે આ વર્ષે મેળો નહિ ભરાય પરંતુ મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાતા માઇભકતોમાં ખુશી પ્રવર્તી છે.